Abtak Media Google News

રાજકોટ શહેરમાં ગઈકાલે બે સ્થળે મારામારીની ઘટના બનવા પામેલ હતી જેમાં પ્રથમ બનાવવામાં અવધ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીના પ્રમુખ દ્વારા વૃદ્ધ પર અગાઉ અરજી કરવાના મુદ્દે ખાર રાખી હીચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાય છે જ્યારે બીજા બનાવવામાં રૈયાધાર પાસે નવી બનતી સાઇડ પર ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડને એક શખ્સ દ્વારા લોખંડનો સળીયો લેવાના મુદ્દે ઝઘડો કરી માર મારતા તેમને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે આ મામલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રૈયાધાર પાસે નવી બનતી સાઈડ પર એક શખ્સે સિક્યુરિટી ગાર્ડને લોખંડનો સળીયો લેવાના મુદ્દે માર માર્યો

પ્રથમ બનાવની મળતી માહિતી મુજબ અવધ રોડ પર આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વૃંદાવન સોસાયટીમાં રહેતા મહિપતસિંહ કલ્યાણસિંહ વાળા દ્વારા નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં તેમના સોસાયટીના પ્રમુખ મેહુલભાઈ સોલંકી નું નામ આપ્યું હતું. જેમાં તેને જણાવ્યું હતું કે તેમના દ્વારા અગાઉ પૂર્વ પ્રમુખ તથા હાલના પ્રમુખ સામે ગેરકાયદેસર એસોસિયેશન બનાવી ઉઘરાણા કરતા હોવાની અરજી પોલીસ તથા પ્રેસમાં આપી હતી જે મુદ્દે મહિપતસિંહ પર મેહુલ સોલંકી દ્વારા ખાસ રાખી ગઈકાલે સોસાયટી ની મીટીંગ હોવાનું કહી તેમને બોલાવી તેમના પર હુમલો કર્યો હતો જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજા બનાવની મળતી માહિતી અનુસાર રૈયાધારમાં રહેતા અને વિશ્વાસ સિક્યુરિટી સર્વિસમાં સિક્યુરિટી મેન તરીકે ફરજ બજાવતા શંકરલાલ મોતીલાલ પાટીલ દ્વારા યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વાસ સિક્યુરિટી નો રૈયાધારમાં પર આવેલ શાંતિનગર ગેટ ની અંદર આવેલી અરિહંત એકલાટીશ નામની સાઈડ પર સિક્યુરિટી નો પોઇન્ટ હોવાથી તેઓ તે આપો નાઈટ ડ્યુટી પર ફરજ પર હતા તે સમયે કોઈ અજાણ્યો શખ્સ તેની પાસે આવી લોખંડનો સળીયો માંગ્યો હતો જેમાં તેને લોખંડનો સળીયો આપવાની ના પાડતા તે શખ્સ દ્વારા સિક્યુરિટી મેન પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો.જેમાં તેને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસે હાલ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.