Abtak Media Google News

ગ્રાહકોને યોગ્ય સર્વિસના નામે મીંડુ: વાહનની ફ્રી સર્વિસમાં ઉતારે છે વેઠ

ફોકસ વેગન ફોર વ્હીલ વાહનનો શો રુમ રાજકોટ ખાતે આવેલો છે જેની ઓટોમાર્ક મોટર્સ નામની રજીસ્ટર્ડ ઓફીસ અમદાવાદ છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં એક માત્ર રાજકોટ ખાતે શો રુમ સર્વિસ સેન્ટર ધરાવતી આ કંપનીની રાજકોટ શાખા સંપૂર્ણ રેઢીયાળ વહીવટ ધરાવે છે. જે ગ્રાહકોને યોગ્ય સર્વિસ આપવામાં નિષ્ફળ હોય ફોકસ વેગન કારના ધારકોમાં રોષ અસંતોષ જોવા મળે છે.

અમદાવાદમાં રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી ફોકસ વેગન કંપનીનો સૌરાષ્ટ્રનો એક માત્ર સેલ્સ શો રુમ અનેસર્વિસ સેન્ટરનું સંચાલન મનસ્વી રીતે કરવામાં આવે છે. ગ્રાહકોને યોગ્ય સર્વિસ આ સર્વિસ સેન્ટર દ્વારા પુરી પાડવામાં આવતી નથી. સર્વિસ સેન્ટરના આ પ્રકારના રેઢીયાળ વહીવટનું એક ઉદાહરણ ઘ્યાનમાં આવ્યું છે જામનગરના એક કાર ધારકને ફોકસ વેગનના આ સર્વિસ સેન્ટરનો કડવો અનુભવ થયો છે. તેઓએ શો રુમના સંચાલકોનું પણ ઘ્યાન દોર્યુ છે. છતાંયે તેઓની ફરીયાદ પરત્વે આંખ આડા કાન ધરવામાં આવે છે.

જામનગરના દિપકકુમાર નામના એક ઉદ્યોગપતિએ ફોકસ વેગન કંપનીના આ શો-રુમમાંથી થોડા મહીલાઓ પહેલા ૭ લાખથી વધુની રકમ ચુકવી અત્રેથી કારની ખરીદી કર્યા પછી નિયત સમયે કારની પ્રથમ ફ્રી સર્વિસ માટે, સર્વિસ સેન્ટરનો સંપર્ક સાઘ્યો હતો. ગત ૧૬મી નવેમ્બરે આ ગ્રાહક દ્વારા સર્વિસ માટેની એપોઇન્ટમેન્ટ લેવામાં આવેલી અને બાદમાં ૧૭મી નવેમ્બરે, સર્વિસ પછી સર્વિસ સેન્ટરે આ કારની ડીલેવરી કાર ધારકને કરી હતી.

કાર ધારકાના જણાવ્યા પ્રમાણે સર્વિસમાં સંપૂર્ણ વેઠ ઉતારવામાં આવી છે. આ કારમાં બ્રેકનું ફેંકશન યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી ફરીયાદ પછી પણ સર્વિસ દરમ્યાન આ ફંકશનની મરામત કરવામાં આવી નથી બીજો મુદ્દોએ છે કે કારની ખરીદી વખતે ગ્રાહકને સેલ્સ મેનેજર દ્વારા એવી ખાતરી આપવામાં આવેલી કે, કારની એવજેર પ્રતિલીટર ૨૦-૨૧ કી.મી. ની મળશે પરંતુ કારની ખરીદી પછીના પાછલા છ મહિના દરમ્યાન પણ કાર ધારકની આ કમ્પ્લેઇન અંગે કોઇ જ સંતોષકારક કામગીરી સર્વિસ સેન્ટર દ્વારા કરવામાં આવેલ નથી. જેથી કાર ધારકને ઇંધણના વેડફાટની તથા નાણાંકીય નુકશાન અને માનસીક ત્રાસની ચિંતાઓ સતાવી રહી છે.

આ કાર ધારકની કાર નં. જીજે ૧૦ સીએન ૭૨૦૦ ની સર્વિસ કર્યા બાદ પણ કારના ઇન્ટીરીયરમાં એ.સી.ના વેન્ટીલેટર સહીત બધી જ જગ્યાએ ધુળના થર અને કિંમતી ઇન્ટિરીયરમાં ઠેર ઠેર આંગળાના ધાબા સહિતનીનુકશાની બગાડને કારણે આ કાર ધારક માનસીક ત્રાસ વેઠી રહ્યા છે. આ કારને લગતી ફરીયાદો અંગે કંપનીના જામનગર સ્થિત પ્રતિનિધિને પણ એક કરતાં વધુ વખત વાતચીત કરવા છતાંયે ગ્રાહકને કોઇજ સંતોષજનક પ્રત્યુતર કે સર્વિસ આફટર સેલ્સ પ્રાપ્ત થયા ન હોય કંપનીના સંચાલકોની સાન ઠેકાણે લાવવા આ કાર ધારક અન્ય કાનુની વિકલ્પો અંગે વિચારી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.