Abtak Media Google News

ધાર્મિક અને માનવતાવાદી કાર્યોમાં અસાધારણ યોગદાન બદલ

કલેરમોન્ટ સ્કુલ ઓફ થિયોલોજીના 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત બિન  ખ્રિસ્તી પરંપરાના સંતને ડોકટરેટની પદવી એનાયત કરાઈ

સમગ્ર વિશ્ર્વમાં ભારત વિવિધ  ક્ષેત્રે પ્રગતિના  સોપાન સર  કરતુ જાય છે. ત્યારે દેશના  મૂગટમાં વધુ એક પીછું ઉમેરાયું છે. તે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. આધ્યાત્મિક સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપૂરના સ્થાપક વૈશ્ર્વિક  આદ્યાત્મિક સંત, આત્મજ્ઞાની ગુરૂ અને માનવતાના અધિનાયક પૂ. ગુરૂદેવ રાકેશજીને અમેરિકાના યુનાઈટેડ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા સ્થાપિત કલેરમોન્ટ સ્કુલ ઓફ થિયોલોજી દ્વારા  ‘ડોકટર ઓફ ડિવિનિટી’ (પીએચડી)ની ડીગ્રી એનાયત કરવામાં આવી છે.

Advertisement

1885થી કાર્યરત અમેરિકાની કલેરમોન્ટ સ્કુલ ઓફ થિયોલોજીના છેલ્લા 130 વર્ષના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ બિન ખ્રિસ્તી ધાર્મિક પરંપરાના સંતને ડોકટરેટની ડીગ્રી આપવામાં આવી હોય અને ભારતીય સંતને આ ડીગ્રી એનાયત કરવામાં આવે તે સમગ્ર  દેશ માટે અત્યંત ગૌરવની વાત છે.

અમેરિકાના  ન્યુ જર્સીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કલેરમોન્ટ સ્કૂલ ઓફ થિયોલોજીના પ્રેસિડેન્ટ એમેરિટસ ડો. જેફરી કુઆન દ્વારા ભારતીય સંત પૂ. ગૂરૂદેવ રાકેશજીને ‘ડોકટર ઓફ ડિવિનિટી’ (પીએચડી)ની ડિગ્રી સાથે મળતા તમામ વિશેષાધિકારોથી  સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડો. જેફરી કુઆને જણાવ્યું હતુકે ઓનરરી ડોકટરેટ ડીગ્રીના હકકદારની પસંદગી એ એક અત્યંત   મહત્વપૂર્ણ અને જટિલ  પ્રક્રિયા છે. કલેરમોન્ટ સ્કુલ ઓફ થિયોલોજીએ પ્રથમવાર એક બિન ખ્રિસ્તી હીઝ હોલીનેશ પૂ. ગૂરૂદેવ રાકેશજીને ઓનરરી ડોકટર ઓફ ડિવિનિટીની પદવી એનાયત કરી એ એક સારા  વિશ્ર્વનું નિર્માણ કરવાના તેના નોંધપાત્ર યોગદાન બદલ અમારી પ્રશંસાના પ્રતિક રૂપ છે.

આ પહેલા શ્રી મદ્ રાજચંદ્રજીનો મહાન ગ્રંથ ‘શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર’ પરના વિવેચન માટે 1998માં મુંબઈ યુનિ. દ્વારા ડોકટરેટની પદવી એનાયત થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.