Abtak Media Google News

બેટિંગ અને બોલિંગમાં કચ્છ વોરિયર્સનું અદભુત પ્રદર્શન : કૌશાંગ પટેલે ઝડપી 3 વિકેટ

સૌરાષ્ટ્ર ચુના ક્રિકેટ પ્રમિ અને ક્રિકેટ રસિકો માટે હર વર્ષ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ આયોજન રાજકોટના લોકો નિશુલ્ક પણ નિહાળી શકે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગને જે રીતે બહોળી સફળતા મળી અને નવોદિત ખેલાડીઓને આઇપીએલમાં જે રીતે સ્થાન મળ્યું તે વાતને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવે છે. ત્યારે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના પ્રથમ દિવસનો બીજો મેચ કચ્છ વોરિયર અને સોરઠ લાયન વચ્ચે રમાયો હતો જેમાં કચ્છના ખેલાડીઓએ સોરઠના સાવજો ને 30 રને મહાત આપી હતી.Screenshot 2 47

Advertisement

ટોસ કચ્છ વોરિયર્સની ટીમ જીતા તેઓએ સર્વપ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને 20 ઓવરના અંતે પાંચ વિકેટ ગુમાવી 151 રન નોંધાવ્યા હતા. જેમાં અરણ્યદેવસી ઝાલાએ 28 બોલમાં ત્રણ ચોગા અને બે છગ્ગા ફટકારી 37 રન નોંધાવ્યા હતા. તો સાત પાર્શ્વરાજ રાણાએ 22 બોલમાં 36 રનની મહત્વપૂર્ણ એની ગરમી હતી જેમાં તેને ત્રણ ચોગા અને એક છગો ફટકાર્યો હતો. બેટ્સમેનો ની તોફાની એની બાદ કેવીન જીવરાજાની અને સમર્થ વ્યાસે પણ પોતાનું યોગદાન આપી 23-23 રન ફટકારીયા હતા. બીજી તરફ સોરઠના બોલરોમાં ચિરાગ જાની, સુરેશ પદયાચી, કરણ સુચક અને જય ચૌહાણે 1-1 વિકેટ ઝડપી હતી.Screenshot 3 45

152 રનના લક્ષ્યાંક નો પીછો કરવા ઉતરેલી સોરઠ લાઈન્સની ટીમ 19.4 ઓવરમાં માત્ર 121 રન બનાવી શકી હતી અને ઓલ આઉટ થઈ હતી. સોરઠ તરફથી સુકાની ચિરાગ જાનીએ સર્વાધિક રણ ફટકારીયા હતા જેમાં તેણે ચાર ચોગા અને ત્રણ આકાશી છગ્ગા માર્યા હતા. ચિરાગ જાની ની બેટિંગ જોઈ એક સમયે લાગતું હતું કે સોરઠની ટીમ ખૂબ સરળતાથી આ મેચ જીતી શકશે પરંતુ ટીમમાં રહેલું આકર્ષણનું કેન્દ્ર તરંગ ગોહિલ માત્ર 16 રન જ બનાવી શક્યો હતો એટલુંજ નહીં  અંશ ગોસાઈએ પણ માત્ર 15 રનની ઇનિંગ રમી  હતી. તો સામે કચ્છના બોલરોએ રંગ રાખ્યો હતો અને કૌશાંગ પટેલે સર્વાધિક 3 વિકેટ ઝડપી હતી પોતાના સ્પેલમાં માત્ર 27 રન જ આપ્યા હતા. બીજી તરફ ધર્મદિત્ય ગોહિલે પોતાની ત્રણ ઓવરના સ્પેલમાં બે વિકેટ ઝડપી હતી. સાથોસાથ ધર્મેન્દ્રસિંહ જાડેજા,લકીરાજ વાઘેલા, પાર્શ્વરાજ રાણા અને જ્યોત છાયાએ એક-એક વિકેટ ઝડપી હતી.

ત્યારે આજે શુક્રવારના રોજ ડબલ હેડર મેચ રમાશે જેમાં પ્રથમ મેચ બપોરે ત્રણ કલાકે સોરઠ લાયન્સ અને ગોહિલવાડ ગલેડીયેટર વચ્ચે જ્યારે બીજો મેચ હાલાર હીરોઝ અને ઝાલાવાડ રોયલ વચ્ચે રમાશે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની શરૂઆત થતા જ રાજકોટ સહિત આજુબાજુના ગામોના લોકો ખૂબ મોટી સંખ્યામાં મેચ નિહાળવા આવી પહોંચે છે અને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ આઈપીએલની જેમ જ રંગે ચંગે રીતે યોજવામાં આવતા એક અલગ માહોલનું નિર્માણ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના દરેક હોદ્દેદારો પોતાની સારી એવી મહેનત કરી આ ઇવેન્ટ ને વધુ પ્રસિદ્ધ અને સફળ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.04 10

ખેલાડીઓ માટે એવોર્ડની વણઝાર

  • હાથી સિમેન્ટ મજબૂત પ્લેયર તરીકે ચિરાગ જાની
  • પ્લેયર ઓફ ધ મેચ તરીકે પાર્શ્વરાજ રાણા
  • સકફાઈફેર ન્યૂઝ પ્લેયર ઓફ મેચ તરીકે પાર્શ્વરાજ રાણા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.