Abtak Media Google News

આજે દેવો કે દેવ મહાદેવનો એટલે કે મહાશિવરાત્રી છે ત્યારે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે વાત કરીએ ૧૨ જ્યોતિલિંગમાના સોમનાથની તો દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર હજારો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મહાશિવરાત્રીના પર્વ પર પુણ્ય અર્જિત કરવા પહોંચ્યા હતા.

Whatsapp Image 2023 02 18 At 14.29.40

સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીને લઈ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે સવારના ચાર વાગ્યાથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યું છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સોમનાથ તીર્થમાં ઉમટ્યું હતું.

Whatsapp Image 2023 02 18 At 14.29.39 2

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવરાત્રી પર્વનો પ્રારંભ વહેલી સવારે ધ્વજા પૂજા અને પાલખી પૂજન કરી કરવામાં આવ્યો. સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી જેમાં શિવત્વનો અનુભવ કરી હજારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે લેહરી દ્વારા ધ્વજા પૂજા કરવામાં આવી હતી.

Whatsapp Image 2023 02 18 At 14.29.36

યોગાનું યોગ સોમનાથ મહાદેવના દર્શને આવેલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજામાં સહભાગી થયા હતા. આ તકે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ આ પૂજામાં જોડાયા હતા.

 

ઐતિહાસિક પાર્થેશ્વર પૂજન:

સોમનાથ તીર્થના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી પાર્થિવ શિવલિંગ પૂજા પાર્થેશ્વર પૂજન સ્વરૂપે સમુદ્ર તટે યોજવામાં આવી હતી. પાર્થેશ્વર પૂજામાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ સહિત 200 થી વધારે શ્રદ્ધાળુઓ  શિવપાર્થેશ્વર પૂજામાં જોડાયા હતા. આ પૂજા ઐતિહાસિક એટલા માટે બની હતી કારણ કે પૂજામાં એક ગ્રામ પણ પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

Whatsapp Image 2023 02 18 At 14.29.34 1
પાત્રોથી લઈને થેલી, પૂજાના દ્રવ્યો તમામ વસ્તુઓ ઇકો ફ્રેન્ડલી મટીરીયલ ની બનાવવામાં આવી હતી. સાથે સોમનાથ ટ્રસ્ટી સમગ્ર સોમનાથ તીર્થ નિર્મલ બનાવવા નિર્મલ સોમનાથનો સંકલ્પ કરાવ્યો હતો. કદાચ આવો પ્રથમ કિસ્સો હશે જેમાં આવડું મોટું પૂજન થયા બાદ પણ એક પણ સફાઈ કર્મીએ નીચેવાળી અને કચરો એકઠું કરવાની જરૂર નહોતી પડી. આટલી સ્વચ્છતા પૂજા કરનાર ભક્તો દ્વારા રાખવામાં આવી હતી.

Whatsapp Image 2023 02 18 At 14.29.38 1

મધ્યાહન સુધીમાં અંદાજિત 25,000 થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અને ભક્તોનો અવિરત પ્રવાહ હજુ પણ સોમનાથ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છે જેમને સતત 42 કલાક મંદિર ખુલ્લું રેહવાને કારણે સરળતાથી દર્શન થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.