Abtak Media Google News

મોદી સરકાર આગામી વર્ષ ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં ઓબીસી ડેટાનો અલગથી સમાવેશ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જેના અનુસંધાને વસ્તી ગણતરીમાં પ્રથમ વખત દેશમાં વસતા અન્ય પછાત વર્ગો અંગે માહિતી એકત્ર થશે. સરકારે આંકડા જાહેર કરવાનો સમય પાંચ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધી કયારેય અલગ ગણતરીમાં ઓબીસી ડેટા સામેલ કરાયો નથી. વર્ષ ૧૯૩૧માં જાતિ આધારીત આંકડા એકત્ર કરવામાં આવ્યા હતા. જો કે વસ્તી આધારીત આંકડા જાહેર કરવાની માંગ લાંબા સમયથી ચાલતી હોવાથી મોદી સરકારે આ નિર્ણય લીધો છે.

હાલની પરિસ્થિતિએ વસ્તી ગણતરીનો અહેવાલ તૈયાર કરવામાં ૭ થી ૮ વર્ષ લાગતા હોવાનું જાણવા મળે છે. જો કે હવે આ સમયગાળો ઘટાડીને ૩ વર્ષ કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગૃહ મંત્રી રાજનાથ સિંહે આજે વસ્તી ગણતરી ૨૦૨૧ની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન રાજનાથ સિંહે જનગણનાની પ્રક્રિયામાં તેજી લાવવા અને આંકડા ત્રણ વર્ષમાં રજૂ કરવા માટે કહ્યું હતું. હાલ આ પ્રક્રિયામાં સાતથી આઠ વર્ષનો સમય લાગે છે.

ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે રાજનાથ સિંહ સાથે થયેલી બેઠકમાં વસ્તી ગણતરી ૨૦૨૧ના રોડમેપ પર ચર્ચા થઇ હતી. તેમાં વસ્તી ગણતરીમાં સાચા આંકડા એકત્રિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વસ્તી ગણતરી માટે૨૫ લાખ કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.

૧૯૩૧ બાદથી દેશમાં અલગથી ઓબીસીના આંકડા એકત્રિત કરવામાં આવ્યા ન હતાં. સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશને ૨૦૦૬માં દેશમાં જાતિના આધારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અનુસાર દેશમાં ત્યાર સુધી ૪૧ ટકા ઓબીસી હતાં. ઓબીસીના ૭૯૩૦૬ પરિવાર ગ્રામીણ અને ૪૫૩૭૪ પરિવારો શહેરી વિસ્તારોમાં હતાં.

અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની વસતીના આંકડા જારી કરવાની માગણી લાંબા સમયથી પછાત વર્ગના નેતાઓ તરફથી કરાતી રહી છે. એવામાં મોદી સરકારના આ નિર્ણયથી મોદી સરકાર ૨૦૧૯ની ચૂંટણીમાં ઓબીસી મતદારોને સાધવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકારે વસતી ગણતરીના આંકડાઓ સંપૂર્ણપણે જારી કરવાનો સમય પણ પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરી દીધો છે.

એટલે કે ૨૦૨૧ની વસતી ગણતરીના સમગ્ર આંકડા ૨૦૨૪માં જાહેર કરાશે. અત્યાર સુધી અલગથી ક્યારેય પણ વસતી ગણતરીમાં ઓબીસી ડેટા સામેલ કરાયો નથી.લાલુપ્રસાદ યાદવ સહિત તમામ ઓબીસી નેતાઓ આ પ્રકારની માગણી લાંબા સમયથી કરતા આવ્યા છે. વસતી અનુસાર અનામતની માગણી કરવામાં આવી રહી છે. એવામાં આ કદમથી આ માગણીને ફરી એકવાર વેગ મળી શકે છે.

૩ વર્ષમાં જ તેનો સમગ્ર ડેટા જાહેર થશે.એટલું જ નહીં ૨૦૨૧ની વસતી ગણતરીમાં ઘરોને જિયો ટેગિંગનો પ્રસ્તાવ પણ છે. જેના દ્વારા સેટેલાઈટ દ્વારા જ ઘરોની જાણકારી પ્રાપ્ત કરી શકાશે. ગૃહમંત્રી રાજનાથ સિંહે શુક્રવારે સેન્સસ કમિશનર અને ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલના કામની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને મંત્રાલયના અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ આ પ્રક્રિયામાં ૭-૮ વર્ષ જેટલો સમય લાગતો હતો. આ સમગ્ર પ્રક્રિયામાં ૨૫ લાખથી વધુ કર્મચારીઓની જરૃર પડશે. ૨૦૧૯ની ચૂંટણીમાં ઓબીસી મતદારોને સાધવાનો પ્રયાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.