Abtak Media Google News

સેન્ટર શ‚ કરાવશે ધારાસભ્ય અંબરીષ ડેર

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૭૫૦ કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે એવું કહ્યું હતું કે, દેશનાં ૪૫૦ જિલ્લાઓમાં ડાયાલિસીસ સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે. તે સારું કાર્ય છે પણ ગુજરાતમાં ખાટલે મોટી ખોટ એ છે કે અહિં ગ્રામીણ વિસ્તારને સાંકળતા મોટા તાલુકા મથકોએ ખાવા ડાયાલિસીસ સેન્ટરો પ્રમાણમાં ખુબ જ ઓછા છે. રાજુલા જનરલ હોસ્પિટલના નવા બિલ્ડીંગ દોઢ વર્ષ પહેલા કરોડો રૂપીયાના ખર્ચે બનાવાયું છે.

રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર તાલુકા વિસ્તારોમાં ડાયાલિસીસના દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે તેવા દર્દીઓને ડાયાલિસીસ કરાવવા મહુવા કે સાવરકુંડલા જવુ પડે છે. રાજુલાથી મહુવા અને સાવરકુંડલાના માર્ગો અતિ બિસ્માર હાલતમાં છે તેમ છતાં પણ આવા દર્દીઓએ રોદા ખાતા ખાતા ભારે મુશ્કેલી અનુભવીને નાછુટકે જવુ પડે છે. આ રજુઆતો ધારાસભ્ય અંબરીષ ડેરે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગને સંભાળવતા નિતીનભાઈ પટેલ સમક્ષ લેખિત અને મૌખિકમાં અનેકવાર રજુઆત કરી છે.

રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ સેન્ટર શરુ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવા રજુઆતો કરી પરંતુ અમલવારી નહીં થતા અંબરીષ ડેરે નિતીનભાઈ પટેલને ‚બ‚માં મળી કહ્યું કે જો સરકાર રાજુલા ખાતે ડાયાલીસીસ સેન્ટર શરુ કરવા ન માંગતી હોય તો જનરલ હોસ્પિટલમાં વણ વધાર્યા વિનાના તાળા બંધ રહેતા બે ‚મો મને ફાળવો તો હું મારા ખર્ચે ડાયાલીસીસ સેન્ટર શરુ કરાવી આ વિસ્તારના દર્દીઓને સહાય‚પ બનું.

આ વાતને આજે છ માસ જેટલો સમય પસાર થયો પણ આજદિન સુધી સરકારે ન તો અહીંયા ડાયાલીસીસ સેન્ટર શરુ કરાવ્યું ના તો સ્વખર્ચે કરવાવાળાને ‚મો ફાળવી. પરીણામ સ્વ‚પે અંબરીષ ડેરે રાજુલાની અનેકવિધ સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા બિપીનભાઈ લહેરીનો ડાયાલીસીસ સેન્ટર શરુ કરવા માટે જગ્યાની માંગ કરતા લહેરીએ તેનો ટ્રસ્ટપદ નીચેનું એક જુનુ મકાન આ માટે ફાળવ્યું અત્યારે રીનોવેશન કામગીરી ઝડપભેર ચાલી રહી છે. આ કાર્ય પૂર્ણ થયે અહીં ડાયાલીસીસ સેન્ટર શરુ થઈ જશે. આવું જ કંઈક રાજુલા ખાતે બ્લડ સ્ટોરેજના પ્રશ્ર્ને બન્યું હતું. ધારાસભ્યના હસ્તે બ્લડ સ્ટોરેજ ખુલ્લુ મુકવાનું હતું તો ભાજપે વિરોધ કરી અટકાવ્યું હતું. આમ ગુજરાત સરકાર રાજકારણ વચ્ચે લાવી તબીબી ક્ષેત્રે આ વિસ્તારને હળાહળ અન્યાય કરતી હોવાની છાપ ઉપસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.