Abtak Media Google News

એકબાજુ ડિમોલિશન માટે તૈયાર જેસીબી વિગેરે સાધનો સાથે સરકારી તંત્ર અને બીજી બાજુ ગેરકાયદેસર  ઝુંપડપટ્ટી (તેમની પાછળ મત ભીખુ રાજકારણીઓ) દ્રશ્ય જાણે કુરુક્ષેત્ર જેવું જણાતું હતું !

લોકશાહી અને  ટોળા શાહી ૧

ઉગામેડી ગામે હીરાઘસુઓની હડતાળ અંગે ફોજદાર બીજુના કહેવા થી ફોજદાર જયદેવ જીપમાં પોતાના રાયટર કોન્સ્ટેબલ ગજાનન જાની તથા ચાર હથીયારી જવાનો સાથે જતો હતો. રસ્તામાં તે વિચારતો હતો કે માહોલ કેવો હશે કેવી અને શું કાર્યવાહી પગલા લેવા વિગેરે ત્યાં વચ્ચે ગજાનન જાની એ તેના વિચારોમાં ખલેલ પાડી અને જયદેવને કહ્યું સાહેબ તમને ઉગામેડી ગામે શું હાલત છે. તેની કોઈ વાત ફોજદાર બીજુએ કરેલ છે? જયદેવે કહ્યું ‘ના ફકત હીરાઘસુઓની હડતાલ છે અને આંટો મારી આવો જરૂર પડયે જાણ કરવા કહેલ છે.

આથી ગજાનને કહ્યું ‘સાહેબ ઉગામેડી ગામે હડતાલનો મામલો સાવ બીચકી ગયો છે. આથી પોલીસ સ્ટેશનમાં હાજર તમામ જવાનોઅને અધિકારીઓએ પણ ઉગામેડી આવી જવાની જરૂરત છે. ઘણી મોટી સંખ્યામાં હડતાળીયાઓએ ઉગ્ર રૂપ ધારણ કરેલું છે. ફકત આપણે આટલાથી કાંઈ વળવાનું નથી જે આ ઉગ્ર ટોળુ કારખાનાના માલીક વિરૂધ્ધ છે. તેનો આક્રોશ હવે પોલીસ ઉપર ઉતારશે. જયદેવે વિચાર્યું કે ગજાનની વાત સાચી છે. દેશના આઝાદીના આટલા વર્ષો પછી પણ જનતાના મનમાં હજી પોલીસની છાપ જે અંગ્રેજોના વખતની હતી તેજ છે.

કેમકે જનતા હજુ પણ પોલીસને સહાયક કે મદદકર્તા ગણતી જ નથી. તેમને વિરોધી જ ગણે છે. આમ જનતાતો ઠીક લગભગ મોટાભાગનાં બુધ્ધી જીવીઓ પણ પોલીસને સહાયકર્તાને બદલે વિલન રૂપે જ જુએ છે જો કે તેમાં વાંક પોલીસ ઉપરાંત જેતે વખતના સત્તાધારીઓએ પણ પોલીસનો તેમના હાથા તરીકે જ ઉપયોગ કર્યો તે પણ હોઈ શકે. વળી ખાસ તો કોઈ આંદોલન કે હડતાલના સમયે જે લોકો વિરૂધ્ધ ભૂતકાળમાં પોલીસે કાયદેસરની કાર્યવાહીઓ કરેલ હોય તેઓતો તે સમયના પોલીસ જવાનો બદલાઈ પણ ગયા હોય છતા જે હાજર જવાનો હોય તેમને જૂનાના પ્રતિક સમજીને તેમને પણ વિરોધી ગણી ને નિશાન બનાવતા હોય છે. તે અનુભવ સિધ્ધ હકિકત છે.

પરંતુ જયદેવને હવે ગઢડા પાછા જવાનો કોઈ અર્થ ન હતો અને ઉગામેડી પણ આવી ગયું હતુ. અસંખ્ય લોકોના ટોળા ફરી રહેલા હતા. જયદેવે પરિસ્થિતિ સમજીને પોતાના મર્યાદિત સંખ્યા બળ વાળી હાલતને લક્ષમાં લઈ વ્યુહાત્મક રીતે પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે ‘વાણીયા નીતિ’ અખત્યાર કરી ગામના પાદરમાં ઉભેલા એક સજજન વ્યકિતથી વાતચીત કરી ગામની અંદરની હાલત અંગે માહિતી મેળવી, તો જાણવા મળ્યું કે ગામની વચ્ચે ચોકમાં એક ખૂણા ઉપર આવેલ બે માળના કારખાનાને હીરાઘસુઓએ ઘેરોઘાલ્યો છે. અને લોખંડનાં દરવાજા વાળો ડેલો હોય આગ લાગતી નથી તેથી અમુક લોકો ડેલો તોડીને અંદર પ્રવેશ કરવા મથી રહ્યા છે.

આથી જયદેવે જીપને લોકોના ટોળા વચ્ચેથીજ ધીમેધીમે ચોક સુધી લેવડાવી ભીડ ખૂબજ હતી છતા જયદેવે જોયું કે લગભગ મોટાભાગના લાકો દર્શકોની ભૂમિકામાં હતા અમુક જ વ્યકિતઓ આક્રમકતાથી દરવાજો તોડવા તજવીજ કરતા હતા. અને એક વ્યકિત બુલેટ મોટર સાયકલ લઈ લોકોને કહેતોહતો કે પોલીસ ભલે આવી પાછા હટતા નહિ. જયદેવને થયું કે આ માણસ જ ડખામાં રસધરાવનાર અને ગુનેગારોનો સુત્રધાર જણાય છે. પરંતુ ટોળામાંતેને કાંઈ કહેવું કે તેને વારવો કે સમજાવવામાં તે વધારે ઝનૂને ચઢીને દોઢો પણ થાય તે પૂરી શકયતા હતી.

આથી જયદેવે તેને કાંઈ કહ્યું નહિ પરંતુ તે ઈસમ સાથે આંખ મેળવીને તે સાંભળે તેમ ગજાનને કહ્યું કે આ બુલેટ મોટર સાયકલના નંબર નોંધી લે અને પછી હું કહું તેમ કર. આ શબ્દો સાંભળીને પેલો ઈસમ ચમકયો અને કાંઈક વિચારીને મોટર સાયકલ પેલા ડેલા પાસે લીધુ અને જે માણસો દરવાજો તોડવાનો પ્રયત્ન કરતા હતા. તેની નજીક જઈ કાનમાં કાંઈક કહ્યું અને તે રવાના થઈ ગયો. પરંતુ તેપછી તુરત જ આ દરવાજો તોડતા તોફાનીઓ પણ એક પછી એક રવાના થઈ ગયા અને ધીમેધીમેલોકો પણ વિખરાઈ ગયા અને ટોળા પણ ચાલ્યા ગયા.

સામાન્ય રીતે આવી હડતાલો અને તોફાનોમાં અમુક લોકો ધંધાદારી ગુનેગારોનો ઉપયોગ કરી પોતાના જૂના વાંધા અને વૈમનસ્યો અને ધંધાદારી હરીફાઈ અને દ્વેષના કારણે આવા હડતાલ અને તોફાનોનો ગેરલાભ લઈ પોતાના પ્રતિસ્પર્ધી કે હરીફ ને નુકશાન કે ઈજા પહોચાડીને આત્મસંતોષ મેળવવાની માનસીકતા ધરાવતા હોય છે. જેઓ ખરેખર તો ડરપોક કે ભીરૂ જ હોય છે. પણ તેઓ દ્વેષને કારણે સંજોગો નો લાભ લેવા પ્રયત્ન કરતા હોય છે.

જયદેવે જીપને દરવાજા પાસે લેવરાવી નીચે ઉતરી કારખાનામાં સાદ પાડયો. પરંતુ બીજા માળેથી કારખાનાના શેઠ અર્ધ ખૂલ્લી બારીમાંથી આ તમામ તાશિરો જોતા જ હતા. અને પોલીસ આવી તે પણ જોયું અને પોલીસે દરવાજો ખખડાવ્યો એટલે નીચે ઉતરીને દરવાજો ખોલ્યો. શેઠ અને તેમની સાથેના માણસોના જીવમાં જીવ આવ્યો અને પોલીસનો આભાર માનવા લાગ્યા કે ‘સાહેબ તમે આજે બચાવી જ લીધા નહિ તો શું નું શું બની જાત?’ જયદેવે કારખાના માલીકને એક ને જીપમાં બેસાડી ત્રણ હથીયારી જવાનોને કારખાનાના દરવાજા ઉપર રાખી શેઠની ફરિયાદ લખી લીધી જેમાં આરોપીઓ તરીકે કારખાનાના અગાઉના બાકી લઈ ગયેલા કારીગરો, અસંતુષ્ટો અને ગેરવહીવટને કારણે અગાઉ છૂટા કરેલ હીરાઘસુ ના જ નામ લખાવ્યા.

જયદેવે એફઆઈઆર નોંધીને ગઢડા આવ્યો અને ગુન્હો નોંધવા પીએસઓને આદેશ કર્યો પીએસઓએ જયદેવને કહ્યું કે ‘સાહેબ ફોજદાર બીજુ સાહેબ તબીયત નાદુરસ્ત થતા તેઓ સીક રજા ઉપર ગયા છે. તે પછી તો હીરાઘસુ કારીગરોની હડતાલનું સમાધાન થઈ ગયું અને તે પ્રશ્ન આખા રાજય કક્ષાએ પૂરો થઈ ગયો.

પરંતુ પેલો ગઢડા ક્ધયા શાળામા પેશકદમી દૂર કરવાનો તો આદેશ ભાવનગર પોલીસ વડાએતોકરી દીધો હતો.પરંતુ બહારની વધુ કુમુક મોકલવાને બદલે આ મામલો ગઢડાના સ્થાનિક પોલીસ જવાનોથી જ નગરપંચાયતને રક્ષણ મદદ માટેનો હુકમ કર્યો હતો. આ હુકમનો અમલ પણ સમય મર્યાદામાં કરવાનો હતો તે જ કામ ખરૂ વિકટ અને ઉપાધી વાળુ હતુ કેમકે ઝાડઉપર પક્ષીના માળાને પણ જો ફકત હલાવવામાં આવે તો પણ પક્ષીઓ કલબલાટ કરી દેકારો કરી કાગડા જેવા તો ચાંચો વડે હુમલા પણ કરવા માંડતા હોય છે.

તો આતો બુધ્ધી જીવી માનવી અને તેપણ રાજકીય રીતે રાષ્ટ્રીયપાર્ટીના ટેકા વાળાઓને તેમના આવાસમાંથી હટાવવાના હતા જેથી આ દબાણ દૂર કરવા જતા જે આઘાત અને પ્રત્યાઘાત થવાના હતા. જે અકલ્પનીય હતા જો કાર્યવાહી દરમ્યાન કાંઈક અજુગતુ બને તો રાજકારણીઓતો હલ્લાબોલ દેકારો કરવાના જ હતા તે તો ઠીક પણ પછી ઉભી થનાર પરિસ્થિતિ ઈન્કવાયરીઓ ગુન્હાઓ દાખલ થાય તે સંભાવનાના કારણે જ પોલીસ વડાએ વધારાનું પોલીસ બળ ફાળવ્યું નહતુ.

આથી જયદેવે એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાનો ખાનગીમાં સંપર્ક કર્યો અને તેમની જોડે ચર્ચા કરી કે આ ક્ધયા શાળાના પ્રશ્ર્ન અંગે તમારૂ શું મંતવ્ય છે.તેમ પુછયું આથી આ નેતાએ ક્હયું કે ‘સાહેબ હુકમ ભલે સાચો અને વ્યાજબી છે. અને જાહેર જનહીતનો પણ છે કેમકે ગામની દીકરીઓ તે ગામની આબરૂ કહેવાય તેમની સલામતીનો આપ્રશ્ન છે તે અમે પણ જાણીએ છીએ પરંતુ પક્ષની નીતિ અને આદેશ મુજબ અમારે કાર્યવાહી કે વિરોધ કરવો જ પડે કેમકે નહી તો અમને (અમારા પક્ષને) મત કોણ આપે? અમારૂ અસ્તિત્વ જ ન રહે !’ જયદેવને થયું કે આઝાદીના આટલા સમય પછી પણ રાજકીય પક્ષોના મતલેવાના મેળવવાની રીત અને પધ્ધતિના દ્રષ્ટીકોણથી આપણી લોકશાહી હજુ પીઢ થઈ નથી પેલી અંગ્રેજી કહેવત મુજબ Every thing is fare in love & war અને વધારામાં રાજકારણીઓ માટે  for vote also !

ગઢડા નગર પંચાયતના ચીફ ઓફીસર અને પદાધિકારીઓ સોઢાતર અને જેબલીયા પોલીસ સ્ટેશનમાં આવી જયદેવને મળી ડીમોલેશનનો દિવસ નકકી કરી ગયા, તેઓ ગમે તે ભોગે દબાણ દૂર કરવા નાજ મતના હતા જોકે કદાચ થોડી મનમાં પ્રસિધ્ધી અને જશની પણ ઈચ્છા હશે જ તેથી આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યો હતો જયદેવે ક્ધયા શાળા અને તેના પટ્ટાંગણમાં ઉભી થઈ ગયેલ ઝુપડ પટ્ટીની મુલાકાત લીધી અગાઉ પણ રહીશોને ખાલી કરવાની નોટીસો અનેક વખત બજી ગઈ હતી.

અને સરકારી તથા રાજકીય પદાધિકારીઓ તેમને સમજાવી ગયા હતા કે જૂના રેલવે સ્ટેશન પાસેની જગ્યા સારી જ છે. વળી તે બસ સ્ટેન્ડની સામે જ છે. તમને ફાળવેલ છે. પરંતુ જયારે કોઈ પ્રશ્ન રાજકીય બને ત્યારે જો વ્યવહારૂ અનેસારો ઉકેલ કે જે ફાયદામંદ અને માનવીય હોય તો પણ તે પ્રશ્ર્નનું નિરાકરણ થતુ નથી આ ત્રણસો ઝુંપડાઓ કે જેમાં કાચા પાકા મકાનો પણ બની ગયા હતા તેમાં જુદા જુદા પ્રાંતો, ગામો અને જુદી જુદી જ્ઞાતીઓના લોકોએ પોતાની જરૂરીયાત મુજબ આડેધડ મકાન ઝુંપડા ઝીંકી દીધા હતા. કોઈ રસ્તા કે અન્ય આયોજન વગર જ પછી ત્યાંની ગંદકીનું તો શું વર્ણન કરવાનું?

દબાણ જો બળજબરીથી હટાવવાનું થાય તો પુરૂષો ઉપરાંત મહિલાઓ અને બાળકો દ્વારા પણ જબરો વિરોધ થવાનો હતો આથી જયદેવે મામલતદાર અને એકજીકયુટીવ મેજીસ્ટેટને જાતે હાજર રહેવા યાદી લખી મોકલી. ત્યારે ગઢડા પોલીસ સ્ટેશનમાં એક પણ મહિલા કોન્સ્ટેબલ ન હતી તેથી જયદેવે વિસેક જવાનોને બંદૂક લાઠી હેલમેટ અને ગેસના સેલ સાથે બંદોબસ્તમાં આવવા હુકમ કરી દીધો નગર પંચાયતને એક નહિ બેથી ત્રર જેસીબી બુલડોઝણ મંગાવવા કહી દીધું જોકે નગર પંચાયતતો તૈયાર જ હતી. જયદેવે ક્ધયા શાળાના પ્રિન્સીપાલને કહ્યું તમારે દબાણ હટાવવાના દિવસે રજા રાખવાની નથી બલ્કે બાળાઓને શાળાના મેદાનમાં લાઈનબંધ યુનિફોર્મમાં ઉભી રાખી દેવાની છે આમ કરીને જયદેવ વિરોધી રાજકારણીઓ અને દબાણકારો ઉપર માનસીક દબાણ ઉભુ કરી નગરપંચાયતના કર્મચારીની કાર્યવાહી દરમ્યાન તેમની ઉપર વળતા હુમલાઓ ન થાય તેની પણ તૈયારી કરી.

આચાર્યએ ચીફ ઓફીસર અને મામલતદારને પણ આ અંગે પુછયું પણ સોઢાતરે જ કહ્યું બાળાઓતો હાજર રહેશે જ પણ તેમની સાથે જે વાલીઓ ઈચ્છા ધરાવતા હોય તેઓ પણ હાજર રહેશે આમ જયદેવનું કામ હળવું થતુ હોય તેમ જણાવા લાગ્યું.

આખરે ડીમોલેશનનો દિવસ આવી ગયો સવારના સાત વાગ્યાથી આખા નગરમાં બજારમાં આથી હલચલ વધી ગઈ હતી. ક્ધયા શાળાના મેદાનનું દ્રશ્ય જોતા એક બાજુ પેશકદમી વાળી વસાહત ઝુંપડ પટ્ટી અને તેના લોકો ટોળે ટોળા વળીને કલબલ કલબલ અવાજ કરતા હતા જયારે ક્ધયા શાળા તરફની દિશામાં બે જેસીબી બુલડોઝર ઝુપડપટ્ટી તરફ મોઢા રાખીને ઉભા રહી ગયા હતા તેની સાથે જ યુનિફોર્મ ધારી સશસ્ત્ર પોલીસ દળ ઉભુ હતુ જોકે હતા તો પંદર વિસ જ જવાનો પણ લાઈન બંધ બંને બાજુ ઉભા હોય તેની જુદી જ અસર પડતી હતી.

વળી જેસીબીની પાછળ જ થોડે દૂર જયદેવની સુચના મુજબ આશરે અઢીસો ત્રણસો સ્કુલ યુનિફોર્મ ધારી બાળાઓ લાઈનમાં શિસ્તબધ્ધ ઉભી હતી અને અમુક વાલીઓ પણ આવી ગયા હતા જેઓ એક બાજુ ઉભા હતા. એક બાજુ સોઢાતર અને જેબલીયા આ થનાર ઓપરેશન કાર્યવાહી તેમના માટે ગઢડાનાઈતિહાસમાં કાયમી સંભારણા યાદી રૂપ યુધ્ધ હોવાથી તેઓ તેમના સભ્યો ચીફ ઓફીસર એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ વિગેરે સાથે થનાર કાર્યવાહી જોવા ઉમંગભેર ઉભા હતા. દ્રશ્ય જાણે કે કુરૂક્ષેત્રમાં સામસામે ઉભેલી બે સેનાઓ જોઈલો.

જયદેવને આ દ્રશ્ય જોઈ ને મનમાં થોડો સંકોચ અને દુ:ખ અને દયા પણ ઉપજી કે બીચારા ગરીબ લોકો બાળકો મહિલાઓતો કાર્યવાહી થતા દૂર હટી જશે પણ તેમના ઘર વખરીના સામાનનો હમણા આ રાક્ષસી મશીનો કચ્ચરઘાણ કાઢી નાખશે અને ગરીબ લોકો બીચારા નોંધારા થઈ જશે. (કુરૂણેત્રમાં જેમ અર્જુનને એક જ કુટુંબના લોકોને સામસામા લડવા મરવા મારવા તૈયાર થયેલા જોઈને જ મનોમન વૈરાગ્ય આવેલો તેમ) ગરીબના નસીબ તો નબળા હોય છે પણ ઘણી વખત તેમના સલાહકારો પણ તેમને સાચી સલાહને બદલે ‘ધીંહરાનો માર્ગ’ બતાવતા હોય છે તેનો પણ અફસોસ થયો.

જયદેવને મનમાં થયું થવાનું હશે તે તો થશે જ પણ માનો કે આ ઝુંપડપટ્ટીના લોકોએ કોઈની ચડામણી કે ઉશ્કેરણીથી ઉગ્ર થઈ કાર્યવાહીનો સામનો કર્યો અને જો ‘ન થવાની થઈ’ તો સામસામી ફરિયાદો જુદા જુદા મીડીયામાં દેકારો ઉપર ચૂંટણી ઝળુંબી રહી હોઈ રાજકીય પક્ષ દ્વારા ખોટા આક્ષેપો કે પોલીસની નિર્દયતા અંગે ચર્ચાઓ ઉપરાંત રાંડયા પછીનું ડહાપણ આમ કરવાનું જરૂરી હતુ. તેમ કરવાનું જરૂરી હતુ વિગેરે પણ કોઈએ જોવા કે સાંભળવા માગતા ન હતા કે પોલીસ ભારતીય બંધારણ અનુસાર ન્યાયીક હુકમની અમલવારી જ કરતી હતી અને આ હુકમની અમલવારીમાં રૂકાવટ કરનાર ફરજમાં રૂકાવટ અને સરકારી કર્મચારીઓ ઉપર હુમલા કરી કાયદાનો ભંગ તે પણ કરે છે.

જયારે બીજી જગ્યા ફાળવેલ હોવા છતા કરેલ કાર્યવાહી અંગે તમામની આંગળીઓ પોલીસ તરફ જ ચિંધાવાની હતી કે બીચારા ઓઉપર કેવું નિર્દયી દમન? અને તેનો જવાબદાર પણ ફકત અને ફકત એક પોલીસ અધિકારી ફોજદાર જયદેવ ગણાવાના હતા કેમકે ફોજદાર બીજુ સીક રજામાં હતા તો પોલીસ વડાતો હાથ ખંખેરવાના જ હતા કે મેં કયાં કોઈ બંદોબસ્ત આપ્યો હતો ફોજદારે વિવેક બુધ્ધી વાપરવી જોઈએને? આમ જયદેવનું ભાવી ત્રાજવે તોળાતુ હતુ આમ એક તરફ મનમાં દુ:ખી અને વ્યથિત જયદેવ બીજી તરફ મુશ્કેલીમાં પણ હતો.

પણ તેણે શ્રીમદ ગીતાનો સાર યાદ આવ્યો કે ‘સત્ય માટેની લડાઈમાં કોઈ સ્વજન કે દુર્જન કે દુશ્મન હોતુ નથી જેઓ દુષ્કર્મો (હાલમાં દેશના કાયદાનો ભંગ) કરતા હોય અને નિદોર્ષ તથા સજજનો માટે આતતાયી બનતા હોય તેની સામે નો જ જંગ હોય છે’ જેથી લાગણીમાં આવવાની કે શંકાથી ભવિષ્યની ચિંતા કરવાની જ‚ર નથી જે સત્ય હશે તે સામે આવી ને ઉભુ રહેશે તેમ નિર્ણય કરી આગળ વધવાનો મનસુબો પાકો કર્યો.

જયદેવે ઝુંપડ પટ્ટી વાળાને છેલ્લી વાર સમજાવવા માટે તેઓ પાસે ગયો જે સૌ પ્રથમ પાકા જેવુ મકાન હતુ તેના માલીકને સમજાવીને સત્વરે ઘરવખરીનો સામાન હટાવી લેવા કહ્યું આથીતેણે શાળા તરફ દ્રષ્ટિપાત કરી ગળગળા સાદે કહ્યું બધા કરે તેમ હું કરીશ પરંતુ બીજા ઝુંપડાવાળાએ તેને કાંઈ કહ્યું નહી આથી તેણે પણ આંખમાં ઝળઝળીયા સાથે કહ્યુંં ‘ના સાહેબ અમે નહિ હટીએ!’ આથી જયદેવ પાછો જેસીબી પાસે આવ્યો અને હાજર અધિકારીઓ ને હવે કાર્યવાહી જ છેલ્લો ઉપાય હોવાનું કહી ડ્રાઈવરને જરૂરી સુચના કરી પોલીસ જવાનોને જેસીબીને કવરીંગ રક્ષણની સુચના કરી કાર્યવાહી ચાલુ કરાવી જે સૌ પ્રથમ પાકા જેવું મકાન હતુ તેની કંપાઉન્ડ વોલ જેસીબીના રાક્ષસી એક જ પંજાથી જમીન દોસ્ત થઈ ગઈ તેની સાથે સાથે જ મકાન માલીકની ધીરજ અને હિંમત પણ ઢળી પડી તેણે હાથ જોડીને જયદેવને પાંચ મીનીટ સામાન ખસેડવા માટે થોભી જવા વિનંતી કરી પરંતુ જયદેવે કહ્યું તારા બાળ બચ્ચાને લઈને એક બાજૂ દૂર ઉભો રહીજા આ નગર પંચાયતના મજૂરો જ તારો સામાન બહાર કાઢીને તને આપી દેશે દસ જ મીનીટમાં મજૂરો એ ઘરમાંથી લખડ ધબ્બે સામાન બહાર કાઢી નાખ્યો અને જેસીબી એ તે મકાનનું પૂર્ણ વિરામ કરતા જ બીજા ઝુંપડા વાળાઓ કે જેમણે જોકે પોત પોતાનો સામાન આમતો પેક કરીજ નાખેલો તે જાતે જ સલામત રીતે ફેરવીને બહાર કાઢવા લાગ્યા પછી તો બંને જેસીબી કામે લાગ્યા અને ઝુંપડાઓને શું વાર લાગે?

દરમ્યાન બોટાદથી ખાસ મોકલવામાં આવેલા સીપીઆઈ કુબાવત ક્ધયા શાળાના કંપાઉન્ડમાં આવે તે પહેલા તેમણે બજારમાં હકિકત મેળવી લીધેલી કે ખાસ કોઈ વિરોધ વગર ડીમોલેશન ચાલુ થઈ ગયેલ છે. કુબાવત ક્ધયાશાળામાં આવી ને જયદેવને મળ્યા અને આવી હિંમત કરવા સબબ અભિનંદન આપ્યા અને ખાતા દ્વારા વધારાનો બંદોબસ્ત નહિ ફાળવવા સબબ ખરખરો કરીને કહ્યું કે ‘ખાતામાં કેવું ચાલે છે નહિ? કોઈ જવાબદારી જ રાખતુ નથી જે કામ કરે છે.તેને જ મુશ્ક્લીઓ અને નથી કરતા તેને કોઈ પુછતુ પણ નથી’ જયદેવે હંસીને કહ્યું ‘સારૂ કર્યું સાહેબ તમે તો આવી ગયા એ પણ દર્શાવે છે કે ખાતામાં હજુ કાંઈક દમ છે! બાકી તો ખાતાનો તો પ્રસ્થાપિત નિયમ છે.

અધિકારીઓએ મનમનાવી જ લીધું છે કે ‘નહિ કરતા હૈ વોતો નહિ કરતા હૈ મગર જો કરતા હૈ વો કયું નહિ કરતા?’ આમ કામ કરનારને જ પરોણાની આર મારવામાં આવતી હોય છે. અને પછી પેલી કહેવત મુજબ ‘જમવામાં જગલો અને કુટવામાં ભગલો’ માફક નિમણુંકો વખતે તો કોઈક નિષ્ઠાવાન અધિકારીઓજ લાયકાત મુજબ નિમણુંક આપતા હોય છે. બાકી તો કામ કરનારને તો ‘બળતુ ઘર ક્રિશ્ર્નાર્પણ’ મુજબ સળગતી જગ્યાએ જ જવાનું હોય છે.’ આમ વાતો કરતા કરતા ત્રણ ચાર વાગ્યા સુધીમાં તો ક્ધયાશાળાનું મેદાન ખરા અર્થમાં સાફ કરી દીધું. બે જેસીબી કામે લાગ્યા અને લોકો એ સ્વયંભૂજ સામાન હટાવતા વહેલા નવરા થઈ ગયા.

સમગ્ર ગઢડાનગરમાં આનંદ અને ઉલ્લાસ થઈ ગયો ક્ધયા શાળા આઝાદ થઈ ગઈ ! તમામને આનંદ થાય જ કેમકે લગભગ દરેક કુટુંબોની દિકરીઓ ક્ધયા શાળામાં ભણવા જતી હતી. જો કે રાજકારણીઓને તેવું કાંઈ ન હોય તે તો ‘ઘરની ગાયના પણ ગોઢલા કરે’ મત માટે ! પરંતુ સૌથી વધારે આનંદ સભાપતિ સોઢાતર અને તેની પાર્ટીના જેબલીયાને હતો કેમકે ગામ આખાના ઘરઘરને અસર કરતો આ પ્રશ્ર્ન વર્ષોથી અનેક મોટા રાજકીય માથાઓના પ્રયત્નો છતા દરેક માતા પિતાની આ ચિંતા રાજકીય હુસાતુસીમાં અટવાઈ ને પડયો હતો.

તેનું નીરાકરણ થતા તેનો તે મને જશ મળ્યો. આ દબાણ દૂર થયાની અસર સમગ્ર તાલુકામાં આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણીઓ ઉપર પણ થનાર હતી તેથી પ્રશ્ર્નનો નિકાલ તેમના જ પ્રયત્નોથી દૂર થયો હતો તેથી તેમનું રાજકીય વજન અને કદ બંને વધી ગયા હતા. પરંતુ તેથી પોલીસ કે જયદેવને કોઈ ફેર પડવાનો ન હતો પરંતુ જો દબાણ દૂર કરવાના પ્રયત્ન દરમ્યાન કાંઈક બબાલ કે બનાવ બન્યો હોત તો જયદેવને તો જીંદગી ભર યાદ રહે તેવું નુકશાન જરૂર થનાર હ તુ કેમકે તેને નજીકના ભવિષ્યમાં તેની બે દાયકાની નોકરી પછી આવનાર પ્રથમ પ્રમોશન ઈન્કવાયરી ગુન્હાઓ દાખલ થાય ખાતાકીય તપાસોના કારણે જ‚રથી વિલાબમાં પડી ઘોંચમાં પડવાની સંભાવના હતી તે પણ હકિકત હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.