ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે ક્યારેય જનતા સાથે વાતચીત કરી નથી કે ના એમની સમસ્યાઓ જાણી છે: આપ

પરિવર્તન યાત્રાના કારણે ભાજપ-કોંગ્રેસના રાજકીય મેદાનમાં મોટો ભૂકંપ આવ્યોઃ આપ

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાએ ભાજપની ઊંઘ હરામ કરી નાખી: આપ

આમ આદમી પાર્ટી જનમત સંગ્રહ કરીને લોકોમાં વિશ્વાસ વધારવામાં સફળ થઈ રહી છે: આપ

 

સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પુરા જોશમાં આગળ વધી રહી છે. આ ઐતિહાસિક પરિવર્તન યાત્રાને સર્વત્ર જનતાનો અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો છે.

WhatsApp Image 2022 05 17 at 6.04.17 PM

સોમનાથથી પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રવિણ રામ અને પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખૂંટ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 5 કલાકે તલાલાથી નીકળીને 10:30 કલાકે તાલાલા ગામ પહોંચી હતી. ત્યાંથી નીકળીને સાંજે 5:30 વાગે માડી઼યા પહોંચશે. માડ઼ીયાથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે મોટા માંગરોડ ખાતે વિરામ કરશે.

 

દ્વારકાથી પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી, ‘આપ’ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સંગઠન મંત્રી અજીત લોખીલ ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 કલાકે કીર્તિ મંદિર થી નીકળીને સવારે 10 પોરબંદર માં પહોંચી હતી. ત્યાંથી નીકળ્યા પછી સાંજે 4 વાગ્યે કુતિયાના પહોંચશે. ત્યાંથી નીકળીને રાત્રે 8 કલાકે રણવાવ વિશ્રામ કરશે.

 

દાંડીથી પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને ‘આપ’ નેતા રાકેશ હિરપરા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા નગધારા થી સવારે 7 કલાકે નીકળી હતી અને સવારે 10 કલાકે સાતેમ પહોંચી હતી. ત્યાંથી નીકળી પરિવર્તન યાત્રા રાત્રે 8 કલાકે લુંસીકુઈ ખાતે વિરામ કરશે.

WhatsApp Image 2022 05 17 at 6.04.16 PM

અબડાસા (કચ્છ)થી કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા  અને પ્રદેશ ખજાનચી કૈલાશદાન ગઢવી ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા માંડવી (કાંઠા વિસ્તાર) થી સવારે 9 કલાકે નીકળી હતી અને સવારે 11:30 કલાકે ઉમિયાનગર પહોંચી હતી. ત્યાંથી નીકળેલી પરિવર્તન યાત્રા સાંજે 5 કલાકે આઝાદ ચોક એ પહોંચીને વિશ્રામ કરશે.

 

સિદ્ધપુરથી પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશ નાભાની અને મહામંત્રી સાગર રબારી ની આગેવાનીમાં નીકળનારી પરિવર્તન યાત્રા વિસનગરથી સવારે 08:30 કલાકે નીકળીને 11 કલાકે કમાનાગામ પહોંચી હતી. ત્યાંથી પરિવર્તન યાત્રા સાંજે 7 કલાકે ભાંડુ ખાતે રોકાશે.

Screenshot 6 12

ઉમરગાંવથી પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ધારાસભ્ય મહેશ વસાવા ની આગેવાનીમાં નીકળેલી પરિવર્તન યાત્રા સવારે 9 વાગ્યે અતુલગામ થી નીકળીને 11 વાગ્યે ડુંગરી પહોંચી હતી. ત્યાંથી નીકળ્યા બાદ સાંજે 5 વાગે અટકામ, કણજણ પહોંચશે. સાંજે 7 કલાકે પરિવર્તન યાત્રા વઘાચીયાથી નીકળી ધરમપુર ડેપો ખાતે રોકાશે.

Screenshot 7 11

 

જ્યાં-જ્યાં થી પરિવર્તન યાત્રા પસાર થઈ રહી છે ત્યાં દરેક જગ્યાએથી લોકો સાથે વાત કરીને, જનતા સાથે જમીની પ્રશ્નોની ચર્ચા કરીને પરિવર્તન યાત્રા આગળ વધી રહી છે. આ સાથે વિવિધ વિધાનસભામાંથી પણ મોટી સંખ્યામાં જનમત લેવામાં આવી રહ્યો છે. જનમત સંગ્રહ કરીને આમ આદમી પાર્ટી લોકોમાં વિશ્વાસ વધારવામાં સફળ થઈ રહી છે. આજ સુધી ભાજપ-કોંગ્રેસ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં નિષ્ફળ રહી છે. આથી લોકો આમ આદમી પાર્ટીને અપનાવવા લાગ્યા છે અને આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ઐતિહાસિક જીત મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.