Abtak Media Google News

કૃષિમંત્રી રાઘવજી પટેલના વિસ્તાર

અનેક રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાતા તંત્રને જગાડવાનો પ્રયાસ

હાલાર પંથકની  ઐતિહાસીક નગરી અને ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો વિસ્તાર ધ્રોલ નગરી જાણેકે  ‘ખાડાનગરી’ બની  હોય તેવી ચર્ચા ચોરે અને ચૌટે ચાલી રહી છે જોકે આ બાબતે  આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા   તંત્રને   જગાડવા ખાડા પુરો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવ્યો હતો.

પ્રિ મોન્સુન કામગીરી કાગળ ઉપર જ  થઈ હોય તેમ ધ્રોલ નગરપાલિકા વિસ્તારના મોટાભાગના માર્ગો પર  મસ મોટા ખાડા જાણે તંત્રની   નિંભરતાની ચાળી પુરતા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે અનેક  રજુઆતો તંત્રના બહેરા કાને અથડાતી હોવાની  ચર્ચાએ વેગ પકડયો છે.

આ બાબતે આમ આદમી પાર્ટી લીગલ સેલના પ્રદેશ ઉપપ્રમુખ  એડવોકેટ  ગોવિંદ કે  પટેલે ‘અબતક’ને જણાવ્યું હતુ કે, ધ્રોલના જોડિયા માર્ગ પર  મસમોટા ગાબડા પડયા હોય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.આ માર્ગ પર હોસ્પિટલ પણ આવેલી હોય દર્દીઓને પણ ભારે હાલાકી  ભોગવવી પડે છે.

તંત્રની  નિંભરતાની ચાડી પુરતા   આ માર્ગની  મરામત કરવા  અનેક રજુઆતો કરાઈ હતી અને શહેરનાં  વેપારીઓએ  ધંધા -રોજગાર બંધ રાખી રજૂઆતો કરી આંદોલનનું રણસીંગુ ફૂકતા તંત્ર દ્વારા માત્ર પાંચ દિવસમાં  માર્ગની  મરામત કરવા અથવા ખાડા પુરવાની ખાત્રી આપી હતી. પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાંજ રહેતા આખરે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો દ્વારા  તંત્રને જગાડવાના પ્રયાસના  ભાગ રૂપે  મસમોટો ખાડો પુરવાનો પ્રયાસ  કરવામાં આવ્યો હતો.

આ તકે  આમ આદમી  પાર્ટીના શહેર પ્રમુખ સુનિલભાઈ કાલાવડીયા તાલુકા પ્રમુખ મયુરસિંહ જાડેજા, જિલ્લા માજી પ્રમુખ વનરાજસિંહ જાડેજા, શહેર પ્રભારી વિજયસિંહ જાડેજા રાહુલભાઈ મુંગરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.