Abtak Media Google News

સોશિયલ મીડિયા, ડિજિલટ મીડિયા તેમજ ઓટીટી પેલટફોર્મ માટે નવા નિયમો લાગુ કર્યા બાડ હવે સરકાર ઈ-કોમર્સ જાયન્ટ્સ માટે પણ નવા નીતિ-નિયમો લાગુ કરવાના પ્રયત્નમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા નવી ઇ-કોમર્સ પોલીસી બનાવાઈ રહી છે. જેના પરનો ડ્રાફ્ટ તૈયાર પણ થઈ ગયો છે. પણ આ અંગે એ પ્રશ્ન અને અવઢવ જારી છે કે સરકાર ઈ-કોમર્સમાં ઇન્વેન્ટરી પર પણ વિદેશી રોકાણને મંજૂરી આપશે તો ઘરેલુ માર્કેટને અસર થશે ત્યારે આ અં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ઇ-કોમર્સમાં હાલ સરકાર એફડીઆઈ એટલે કે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં કોઈ ફેરફાર નહિ કરે.

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે વધુમાં જણાવતા કહ્યું કે  બજારનો રાજા ગ્રાહકો ગણાય છે. અને આ જ્યાં સુધી આ ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત નહીં થાય ત્યાં સુધી ઈ-કોમર્સ ક્ષેત્રમાં વિદેશી રોકાણ ( એફડીઆઇ ) માટેની નીતિમાં સરકાર કોઈ ફેરફાર નહીં કરે. તેમણે કહ્યું કે, ’આપણા માટે સૌથી મોટી પ્રાધાન્યતા દેશના કરોડો ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનું છે.

મંત્રી ગોયલે વધુમાં કહ્યું કે, એફડીઆઈ અંગે સરકારની નીતિ પ્રથમ દિવસથીજ ખૂબ પારદર્શક છે. અમને ઘણી વખત ફરિયાદો મળી છે કે નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. પરંતુ અમે ટૂંક સમયમાં હાલની નીતિ અંગે સ્પષ્ટતા જારી કરીશું. ઇ-કોમર્સ નિયમ લાવીને અમે ગ્રાહકોની સુરક્ષા પ્રદાન કરીશું. ટોચ પર છે. કરોડો ગ્રાહકો માર્કેટ માટે સૌથી મહત્વપૂર્ણ હિસ્સેદારો છે. વિદેશી ઇ- કોમર્સ કંપનીઓએ દેશના કાયદાનું પાલન કરવું જ પડશે.

હાલની નીતિ શું છે ?

ચાલો તમને જણાવી દઈએ કે, ઓનલાઇન વેપલો કરતી ઘણી કંપનીઓ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ ઈ-કોમર્સ કંપનિઓ ગણાય છે. નિયમ પાલન મુદ્દે આ કંપનીઓમાં ઘણો વિરોધાભાસ છે. મંત્રી ગોયલે એમ પણ કહ્યું હતું કે વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ લાખો લોકોની આજીવિકા માટે જોખમી બની રહી છે.વર્તમાન નીતિમાં, ઇ-કોમર્સના માર્કેટપ્લેસ મોડેલમાં 100 ટકા એફડીઆઈની મંજૂરી છે. જો કે, ઇન્વેન્ટરી એટકે કે સ્ટોકવાળા મોડેલો માટે લાગુ નથી. સરકારે નોટિફિકેશન દ્વારા ઇ-ક કોમર્સ કંપનીઓ માટે ઈન્વેન્ટરી  પર વિદેશી રોકાણને પ્રતિબંધ મૂક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.