Abtak Media Google News

અંતે ભારત સહિતના એશિયા દેશો અને વિશ્ર્વને જે વાતની ડર હતી એ થઇને જ રહ્યું. વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પર થયેલાં હુમલાને પ્રેસ્ટીજ ઇશ્યૂ બનાવીને તાલીબાનો અને વૈશ્ર્વિક આતંકવાદી સામે મેદાને પડેલાં અમેરિકાએ અંતે અફઘાનીસ્તાનમાંથી ઉચાંણા બનીને અફઘાનની પ્રજાને 13મી સદીના વિચારધારા અને ધર્માતાને વરેલા તાલીબાનોના હવાલે કરી દઇ દયનીય પરિસ્થિતિમાં અફઘાનની પ્રજાને મૂકી દીધી છે.

અમેરિકાની અફઘાનની આ પીછેહટને 1975માં વિયેટનામને અમેરિકાએ જે રીતે તરફડતું મૂકી દીધું હતું. આ જ પરિસ્થિતિ અફઘાનીસ્તાનમાં પુર્નાવર્તન થઇ છે. અમેરિકાએ ગઇકાલે કાબૂલ ખાલી કરી બગરામ વિમાન મથકેથી ઉંચાણા ભરી લઇ અફઘાન સરકારને દેશનો હવાલો સોંપી દીધો હતો. 1978થી 88 સુધી રશિયાના કબ્જા અને 13 વરસના આંતરીક યુધ્ધ બાદ અમેરિકાએ બે દાયકા સુધી સંભાળેલા અફઘાનનું હવે કોઇ ઘણીઘોરી રહ્યું નથી.

તાલીબાનો માથુ ઉંચકવા સંપૂર્ણપણે તૈયાર થઇ ગયાં છે મોટા ભાગના જિલ્લાઓ ઉપર તાલીબાનો પ્રત્યેક્ષ કે પરોક્ષ કબ્જો થઇ ચુક્યો છે જો કે સરકારે અમેરિકાની ઘર વાપસી બાદ પરિસ્થિતી કાબૂમાં હોવાનું દાવો કર્યો છે પરંતુ પરિસ્થિતિ કંઇક અલગ જ છે. 36 દેશોના 10 હજારથી વધુ સૈનિકોએ સમગ્ર દેશમાં સઘન સુરક્ષા ગોઠવી હતી તે તમામ 11મી સપ્ટેમ્બરે પરત જવા માટે રવાના થવા લાગ્યા હતા હવે અફઘાનમાં તાલીબાનોને છૂટો દોર મળી જશે. કબીલાવાદનું સંઘર્સ માથુ ઉચંકે અને મોટા પાયે હીજરત થાય એવી પરિસ્થિતીમાં અફઘાન ભારત માટે પણ ચિંતાનો વિષય બન્યો છે.

અમેરિકાના દળોએ ઉંચારા ભરી લેતાં સ્થાનિક હિંસા વધુ ભડકી ઉઠી છે. ગઇકાલે સૈનિકો સહિત 32ની હત્યા અને સેંકડો લોકોને ઘાયલ કર્યા હોવાનો ગુરૂવારનો બાદખાસન અને બઘલાનનો તાલીબાનોનો આતંક શરૂ થઇ ગયો છે. ફૈઝાબાદ, કાબુલ સહિતની રાજ્યની 419 જિલ્લાઓમાંથી 400 પર અફઘાનીઓનો કબ્જો થઇ ગયો અને ત્યાં ક્ધયા કેળવણી પર પ્રતિબંધ, પુરૂષ વગર મહિલાને ઘરમાંથી બહાર નીકળવાનો રોક, ફરજીયાત દાઢી જેવા 13મી સદીના યુગમાં દેશને પાછો ધકેલી દેવાના ષડયંત્રમાં અફઘાનીસ્તાન બરાબર ફસાયું છે.

અફઘાનની આ પરિસ્થિતીમાં દક્ષિણ એશિયા અને ખાસ કરીને ભારતમાં સૌથી વધુ ચિંતાનો વિષય બન્યો છે. અફઘાનીસ્તાનની લોકશાહી અને આબાદી માટે ભારત હંમેશા તત્પર રહ્યું છે. વડાપ્રધાન મોદીએ તેમનાં પ્રથમ શપથ વિધિ કાર્યક્રમમાં અફઘાનને જ ચીફ ગેસ્ટ બનાવીને વિશ્ર્વને ભારતની નીતીનો પરીચય આપ્યો છે. અફઘાનીસ્તાનની હાલત અત્યારે ભૂખ્યા વરૂંઓ વચ્ચે ફેસાયેલાં ગભરૂ મૂર્ગ જેવી થઇ ગઇ છે.

અંધાધૂંધીમાં સંપડાયેલાં પાડોશીઓના બળતાં ઘર ભારતને દઝાડશે ?

અમેરિકાના દળો અફઘાનીસ્તાન ખાલી કરી ચુક્યાં છે ત્યારે લોકતાંત્રીક સરકાર માત્ર કથપુતળી બનીને જ રહી જાય તેવી પરિસ્થિતી વચ્ચે તાલીબાનોનો રેલો પાકિસ્તાન થઇને ભારત સુધી પહોંચે તેવા સમિકરણની ચિંતા ઉભી કરી છે. તાલીબાન કબ્જાગ્રસ્ત વિસ્તારમાં બન્યા શાળાઓ બંધ કરીને તાલીબાની કાયદાઓ લાગૂ કરી દેવામાં આવ્યા છે. કાબૂલ, કંદહાર અને સરહદી વિસ્તારોમાં તાલીબાની પ્રભુત્વના કારણે પાકિસ્તાનના આતંકવાદીઓનું જોર પણ વધશે. અફઘાનીસ્તાનની સાથેસાથે પાકિસ્તાનની રેઢા રાજ જેવી પરિસ્થિતી ભારતને દઝાડે તેવો સિનારીઓ ઉભો થયો છે.

સરકાર માયકાંગલી : અમેરિકા જોખમ મૂકી રવાના

અમેરિકાએ પોતાનું હિત સાધીને અફઘાનીસ્તાનને 13 વર્ષ પછી રેઢું મુકીને રવાનગી રસ્તો પકડી લીધો છે. તાલીબાનોએ અત્યારે મોટા ભાગના દેશ ઉપર કબ્જો જમાવી લીધો છે. 36 દેશોને સાથે રાખી અમેરિકાએ અલકાયદા અને તાલીબાનો સાથે વૈશ્ર્વિક, આઇએસઆઇ અને ઇસ્લામીક આતંકીઓને કાબૂ કરવા માટે અફઘાનમાં સૈન્ય ઉતાર્યુ હતું હવે પોતાની ગરજ પતી એટલે વેદ વેરીની જેમ અફઘાનીસ્તાનને તાલીબાનોના હાથમાં રજળતું મુકી દેવાની પરિસ્થિતિમાં અફઘાન સરકાર માયકાંગલી બને તેવી સ્થિતિ ઉભી થઇ છે.

તાલીબાનો સાથેની વાટાઘાટો માત્ર અફવા : ભારતની સ્પષ્ટતા

અમેરિકન દળોની વાપસીને લઇને અફઘાનમાં તાલીબાનોને છુટો દોર મળી ચુક્યો છે તાલીબાનો સાથે ભારતની વાતચીત ચાલતી હોવાની અફવાને ખંડન કરી વિદેશ મંત્રાલયએ સાફ કરી દીધું છે કે વિદેશ જય શંકર અને તાલીબાનો વચ્ચેની વાતચીતના પ્રયાસો અફવા છે. ભારત અફઘાનીસ્તાનની શાંતિનું અને લોકતાંત્રીક સરકારનું હિમાયતી છે. તાલીબાનો ભારત જેવા દેશોના સમર્થન માટે ખોટી અફવાઓ ફેલાવે છે. આતંકી પ્રવૃતિ અને તેમનાં સમર્થકને માન્યતા આપતું જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.