Abtak Media Google News

એમઆઈજી,  એલઆઈજી,  ઈડબલ્યુએસ-૧ અને ૨ કેટેગરીનાં આવાસ માટે ફોર્મ વિતરણ કરાશે: લાભાર્થીને રૂા.૩ લાખથી લઈ રૂા.૨૪ લાખમાં અપાશે ઘરનું ઘર

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા શહેરનાં વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ સ્થળે બનાવવામાં આવેલા ૩૦૭૮ આવાસ માટે ટુંક સમયમાં ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે. ૩૦ ચો.મી.થી લઈ ૬૦ ચો.મી. સુધીનાં આવાસ લાભાર્થીઓને રૂા.૩ લાખથી લઈ રૂા.૨૪ લાખ સુધીમાં આપવામાં આવશે. નજીકના દિવસોમાં ફોર્મ વિતરણ માટેની તારીખનું એલાન કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશન દ્વારા વેસ્ટ ઝોનમાં મવડી, રૈયા, રૈયાધાર અને યુનિવર્સિટી રોડ પર એમઆઈજી કેટેગરીનાં લાભાર્થીઓ માટે ૧૨૬૮ આવાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વાર્ષિક ૬ થી સાડા સાત લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારને ૬૦ ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતું ૩ રૂમ, હોલ, કિચન સાથેનું આવાસ રૂા.૨૪ લાખમાં આપવામાં આવશે. એલઆઈજી કેટેગરીનાં લાભાર્થી માટે પણ ૧૨૬૮ આવાસ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. વાર્ષિક રૂા.૩ થી લઈ ૬ લાખ સુધીની આવક ધરાવતા પરિવારોને ૫૦ ચોરસ મીટર ક્ષેત્રફળનું ૨ બેડ હોલ કિચન સાથેનું આવાસ રૂા.૧૨ લાખ આપવામાં આવશે. જયારે ઈડબલ્યુએસ-૧ અને ઈડબલ્યુએસ-૨ કેટેગરીનાં લાભાર્થીઓ માટે ૫૪૮ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ઈડબલ્યુએસ-૨ કેટેગરીમાં વાર્ષિક ૩ લાખ સુધીની આવક ધરાવતા પરીવારને ૪૦ ચોરસ મીટર ક્ષેત્રફળવાળુ ૨ બેડ હોલ કિચનનું આવાસ રૂા.સાડા પાંચ લાખ અને ઈડબલ્યુએસ-૧માં વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા પરીવારોને ૩૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતું ૧ બેડ હોલ કિચનની સુવિધા સાથેનું આવાસ રૂા.૩ લાખમાં આપવામાં આવશે. આ માટે ટુંક સમયમાં ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.