Abtak Media Google News

લોકોના પ્રશ્નોનો તત્કાલ નિરાકરણ લાવવાનો પ્રયાસ થશૈ તેવી પ્રમુખની હૈયાધારણા

સુત્રાપાડામાં તાજેતરમાં યુથ કોંગ્રેસ સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે દેવશીભાઇ કામળીયાની નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબાજી, અભય જોટવા રાષ્ટ્રીય સચિવ, સુત્રાપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ જાદવ, સુત્રાપાડા શહેર પ્રમુખ રામભાઇ કામળીયા, રામસિંહભાઇ મોરી, સંજયભાઇ બારટ વગેરે વિવિધ તાલુકા તેમજ જીલ્લાના યુથ કોંગ્રેસ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિપ પ્રાગટય સીતારામ લાંબાજીએ કર્યુ હતું.

આ સાથે પ્રમુખ દેવશીભાઇએ જણાવ્યું હતું કે સુત્રાપાડામાં પ્રજાજનોના પ્રશ્ર્નોનો તાત્કાલીક ધોરણે નિરાકરણ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે. યુથ કોંગ્રેસના પ્રભાવી સીતારામ લંબાજીએ સમિતિને જાગૃત કઇ રીતે રાખવી તેની માહીતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.