Abtak Media Google News

ખંભાળીયા વિધાનસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર સતાવાર જાહેર થયા બાદ કોંગ્રેસ તેમના ઉમેદવારનું નામ છેલ્લા ઘડી સુધી સસ્પેન્ડ રાખ્યું હતું. ત્યારે ફોર્મ ભરવાના આજ તા.ર૧ ના અંતિમ દિવસે કોંગ્રેસ દ્વારા સસ્પેન્સ રાખવામાં આવેલ નામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જામનગરના પૂર્વે સાસંદ વિક્રમભાઇ માડમની આ બેઠક માટે પસંદગી કરવામાં આવી છે.

આજે વિક્રમ માડમ છેલ્લા ઘડીએ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ દ્વારા ચુંટણીના મહાસંગ્રામમાં ખેલવામાં આવતા દાવોમાં પ્રથમ દાવ ખેલી કોંગ્રેસના ઉમેદવારનું નામ સસ્પેન્ડ રાખવામાં સફળ નિવડયા બાદ ફોર્મ ભર્યા બાદ વિધિવત લોક સંપર્ક કરી લોકશાહીના જંગનો પ્રારંભ કરશે.જામનગર જીલ્લામાં વિક્રમભાઇ માડમનું નામ ભારે અગ્રક્રમે હોય કોંગ્રેસ દ્વારા આ નેતાનું નામ ખંભાળીયા બેઠક માં પસંદ કરવામાં આવતા ખંભાળીયા કોંગ્રેસમાં આનંદનો અતિરેક સર્જાયો છે.ભાજપ અને કોંગેસ દ્વારા બળીયા ઉમેદવારો મુકવામાં આવતા આ બેઠકમાં ભારે ખરાખરીનો જંગ ખેલાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.