Abtak Media Google News

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નવાગવર્નર તરીકે પૂર્વ નાણા સચિવ શક્તિકાન્ત દાસની નિમણૂંક કરવામાં આવી છે. ઉર્જીતપટેલના રાજીનામા બાદ ખાલી પડેલા આ પદ પર તેમની નિમણૂંક કરવામાં આવી છે. શક્તિકાન્તદાસ  રિઝર્વબૅન્ક ઑફ ઇંડિયાના 25 માગવર્નર તરીકે નીમવામાં આવ્યા છે.

Advertisement

શક્તિકાન્ત દાસે વર્ષ 2015 થી 2017 દરમિયાનઈકોનોમિક અફેર્સ સેક્રેટરી તરીકે કામગીરી કરી હતી. આ ઉપરાંત દાસે વડાપ્રધાન મોદીને વર્ષ 2016માં નોટબંધી સમયે ઘણી મદદ પણ કરી હતી. વડાપ્રધાનમોદી દાસને પ્રારંભિક તબક્કે ફાઈનાન્સ મિનિસ્ટ્રીમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ ચલાવવા માટે લાવ્યા હતા. બાદમાં તેમને ઈકોનોમિક અફેર્સમાં લાવવામાંમાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારે ઘોષણાપત્રમાં કહ્યું કે આગામી ત્રણ વર્ષની ટર્મ માટે પૂર્વ બ્યૂરોક્રેટ  શક્તિકાન્તદાસ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના 25મા ગવર્નર તરીકે પદ સંભાળશે. સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું કે ત્રણ વર્ષના પિરિયડમાટે ઓપોઈન્ટમેન્ટ કમિટીએ ડિપાર્ટમેન્ટ ઑફ ઈકોનોમિક અફેર્સના પૂર્વ સેક્રેટરી અનેરિટાયર્ડ IAS ઑફિસર શક્તિકાંત દાસની નિમણૂકને મંજૂરી આપી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.