Abtak Media Google News

આજે પૂર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે પોતાનો જન્મદિવસ વોર્ડ નં.૧૪માં આનંદનગર તથા લલુડી વોક્ળીના આંગણવાડીના ભૂલકાઓ વચ્ચે જન્મદિવસ ઉજવ્યો હતો. બાળકો માટે બિસ્કીટ, ચીકી, ફ્રુટ, પીપર તેમજ ફરસાણનું વિતરણ કર્યું હતુ.

Img 20181128 Wa0030ડો. ઉપાઘ્યાય છેલ્લા પાંચ ટર્મથી કોર્પોરેટર પદે ચૂંટાઇ રહ્યા છે. લોકોની સેવા કરવામાં રતિભાર પણ પાછી પાની ન કરનાર તથા પ્રજાની પરેશાની હલ કરવા પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દેનાર જૈમનભાઇ સ્વભાવે ખુબ જ કોમળ અને લાગણી શીલ છે. કોર્પોરેટર તરીકે પાંચ ટર્મ દરમિયાન તેઓ મહાપાલિકાની આરોગ્ય સમીતી, બાંધકામ સમીતી અને બે વખત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી ચુકયા છે. વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધી અઢી વર્ષ સુધી તેઓ રાજકોટના મેયર પણ રહી ચૂકયા છે.

મેયર તરીકેના તેઓના કાર્યકાળમાં રાજકોટે અનેક સિઘ્ધીઓ હાંસલ કરી છે. સ્ટેન્ડીંગ ચેરમેન તથા મેયર તરીકેના તેઓના કાર્યકાળમાં રાજકોટમાં મોટાભાગના બ્રીજ મંજુર થયા છે તે માટે તેઓને બ્રિજવાળા મેયર તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્યવસાય તબીબ સક્રિય અને સફળ રાજકારણી ડો. જૈમનભાઇનું દીલ ખુબ જ દયાળુ છે અને તેઓ પોતાનો ૬૩મો જન્મદિવસ ગરીબ બાળકો સાથે ઉજવ્યો હતો. તેઓના મોબાઇલ નંબર  ૯૮૨૪૨ ૧૦૬૫૦ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.