Abtak Media Google News

રાજકોટવાસીઓએ #doyogabeatcorona સાથે સોશિયલ મીડિયામાં વિવિધ યોગાસન કરતા ફોટો કર્યા પોસ્ટ

કોરોનાની વૈશ્વિક મહામારીનો પગલે હાલ યોગ દિવસની ઉજવણી આ ૨૧ જૂને ઘેર બેઠા પરિવાર સાથે જ કરવામાં આવનાર છે.

Advertisement

જેમ શરીરને ટકાવી રાખવા માટે  હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે તેમ મન અને શરીરને સંતુલન રાખવા માટે યોગ પ્રણાયામ ખુબ જ ઉપયોગી છે. અત્યારે હાલ જ્યારે કોરોના નું સંક્રમણ ફેલાય રહ્યું છે. ત્યારે શારીરિક અને માનસિક તંદુરરસ્તી માટે યોગાસન કરવા ખુબ જ મહત્વના છે.

Screenshot 26રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી, નિરોગી જીવન જીવવા માટે યોગથી પરિચિત કરાવવા, યોગ અને યોગ વિધાનો વ્યાપક પ્રચાર-પ્રસાર તથા લોકોને યોગનો અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા સહિતના ઉદેશ્ય સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા આજની તારીખ ૧૯ જૂને એક #doyogabeatcorona અભિયાન શરૂ કર્યું છે.

જેમાં લોકો એ પોતાના મનગમતા યોગાસન કરતા ફોટો સોશિયલ મીડિયા માં શેર કરવાના છે. તેમના આ આહવાહન ને રાજકોટ વાસીઓએ ઉત્સાહ ભેર ઝીલી લીધું છે. હલાસન, હનુમાનાસન, ગર્ભાસન, જલનેતી, ગમુખાસન, વૃષ્ટનેતિ જેવા વિવિધ આસનો કરતાં રાજકોટવાસીઓ ફોટોમાં જોવા મળે છે. આ જ રીતે આ વર્ષની થીમ “યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલી” અંતર્ગત ૨૧ જૂને પણ સવારે ૭-૦૦ વાગ્યે પરિવાર સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે.

યોગ ને માત્ર યોગ દિવસની ઉજવણી પૂરતો જ નહીં પણ જીવનનો અભિન્ન અંગ બનાવીએ. તો આવો આ યોગ દિવસની ઉજવણીમાં આપણે સૌ ઓનલાઈન જોડાઇયે અને યોગ કરી કોરોના સામે લડી સ્વસ્થ અને તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.