Abtak Media Google News

રાજસ્થાનમાંથી રાજયસભાની પેટા ચુંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ઝંપલાનનારા મનમોહન સામે ભાજપે ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કરતા બીનહરીફ ચૂંટાય તેવી સંભાવના

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગનું રાજયસભામાં બીન હરીફ ચુંટાવવાનો રસ્તો સરળ બન્યો છે. સિંગ રાજસ્થાનની બેઠક પરથી નિવિધ્ને ચુંટાઇ જાય તે માટે ભાજપે તેમની સામે આગામી ર૬ ઓગષ્ટે યોજાનારી પેટા ચુંટણીમાં તેમની સામે કોઇ ઉમેદવાર ન ઉભું રાખવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ આ અંગે જણાવ્યું હતું કે સીંગ અમે કોઇ ઉમેદવાર ઉતારવાના નથી ભાજપે મનમોહનસિંગની છઠ્ઠી ટર્મ હેમખેમથી શરુ થાય તે માટે રસ્તો આસાન કરી દીધો છે.ગત જુન મહિનામાં ભાજપના સાંસદ મદનલાલ સૈયનીના મૃત્યુ પછી ખાલી પડેલી જગ્યા પર યોજાનારી પેટા ચુંટણીમાં પૂર્વ વડાપ્રધાન  મનમોહનસિંગ રાજયસભામાં બીન હરીફ ચુંટાશે તે હવે નિશ્ર્ચિત બની ગયું છે.

રાજસ્થાનની રાજયસભાની ૧૦ બેઠકો છે જેમાં હાલ ભાજપ પાસે ૯ બેઠકો છે. અને ૧૦મી ખાલી પડેલી છે.તેના પરથી પૂર્વવડાપ્રધાન મનમોહન સિંગ પેટા ચુંટણીમાં બીન હરીફ ચુંટાઇને સદનમાં છઠ્ઠી ટર્મ માટે જશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વરિષ્ઠ આગેવાનોના શ્રેષ્ઠ વ્યકિતઓના સક્રિય રાજકીય યોગદાન આપતા રહે તે માટે મનમોહનસિંગનો સંસદમાં જવાનો પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંગનો સાંસદમાં પ્રવેશ નિશ્ર્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.