Abtak Media Google News

હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલ રત્નેશ પવારને ઝડપી લેવાયો: પૂછતાછ જારી

પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ બાલ બાલ બચ્યા હતા. તેમના રક્ષેક જ બંધુક તાકી છે.

કમલનાથ તેમના વતન છીંછવાડાથી ચાર્ટર્ડ પ્લેટ થકી દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે એરપોર્ટ સ્ટ્રિપ પર ઘટના ઘટી હતી. મઘ્યપ્રદેશના છીંદવાડા ખાતે લોકસભાના સદસ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી કમલનાથ સામે પોલીસ કોન્સ્ટેબલ રત્નેશ પવારે બંધુક તાકી હતી  પરંતુ સમય સુચકતા વાપરીને કમલનાથના બોડીગાર્ડોએ તેને પકડી લીધો હતો. અને હુમલો કરતા રોકી પાડયો હતો.

પવારે પોતાની સર્વિસ રાઇફલ કમલનાથ સામે તાકી હતી. તેનો મકસદ શું હતો, શું કામ હુમલો કર્યો તેના વિશે હજુ તપાસ થઇ રહી છે. આરોપીની પુછતાછ જારી છે.

હુમલાખોર કોન્સ્ટેબલ પવારને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. તેની પૂછતાછ જારી છે. છિંદવાડાના સુપ્રિન્ટેડન્ટ ઓફ પોલીસ (એસ.પી.) એ પણ બનાવની તપાસ કરવા આદેશ આપ્યો છે.

મુળ મઘ્ય પ્રદેશના છિંદવાડાના વતની કમલનાથ નવ વખત છીંદવાડા સંસદીય બેઠક પર સંસદ રહી ચુકયા છે. તેઓ પૂર્વ સંસદીય બાબતોના મંત્રી છે. તેમના પરના હુમલાના આ બનાવે રાજકીય ગલિયારાઓમાં ખાસ્સી જગાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.