Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યની તમામ માધ્યમિક શાળાઓના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જણાવાયું છે કે, ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમા માર્ચ-2024ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન તારીખ 2 નવેમ્બરથી 11 ડિસેમ્બરના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે.

તમામ સંબંધિતોએ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવાયું છે. ધોરણ-10 તથા સંસ્કૃત પ્રથમાના તમામ પ્રકારના (નિયમિત, રિપીટર, પૃથક, જીએસઓએસ નિયમિત તથા રિપીટર) વિદ્યાર્થીઓના માર્ચ -2024ની બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.