Abtak Media Google News

ગુજરાતી સિનેમા

Advertisement

જાણીતા ગુજરાતી ફિલ્મ સ્ટોરી રાઇટર અને ડિરેક્ટર રેહાન ચૌધરી ૨૦૨૪ માં ગુજરાતી દર્શકો માટે એકદમ નવા જ વિષય સાથે એક ગુજરાતી વાર્તા સિનેમા સુધી લઇને આવી રહ્યાં છે. જેની આજે સત્તાવાર જાહેરાત સોસિયલ મીડિયાના માધ્યમથી કરી છે, જો કે હજુ સુધી ફિલ્મના ટાઇટલ માટે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. થ્રિલર લવ સ્ટોરી ટાઈપની જબરદસ્ત સ્ટોરી ગુજરાતી દર્શકોને ૨૦૨૪માં સિનેમા ઘરોમાં નિહાળવા મળશે. જે આજ સુધી ગુજરાતી સિનેમામાં જોવા મળ્યું નથી. કુણાલ બારડ , રેહાન ચૌધરી ફિલ્મ્સ અને બ્લુ લાઈન સ્ટુડિયો આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.

રેહાન ચૌધરી ફિલ્મ્સ પ્રસ્તુત અને દિગ્દર્શિત ધૂઆધાર, કોન્ગ્રેચ્યુલેશન જેવી ગુજરાતી ફિલ્મ્સ કે જે મલ્હાર ઠાકર, હિતેન કુમાર અને બોલિવૂડ અભિનેતા શર્મન જોશી સાથે ફિલ્માવવામાં આવી હતી. આ થ્રિલર લવ સ્ટોરીમાં લીડ રોલ માં શ્યામ નાયર, હેમાંગ દવે અને ત્રણ એકકામાં પોતાના અભિનયથી દર્શકોને જેમને મંત્રમુગ્ધ કર્યા હતા એવી અભિનેત્રી તર્જની પણ આ ફિલ્મમાં પોતાની કલાના કામણ પાથરતી જોવા મળશે. ફિલ્મના માર્કેટિંગ ડિરેક્ટર વિશાલ પરમાર દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ સૌરાષ્ટ્રમાં કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.