Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રાજકોટ ઉપરાંત જામનગર અને જૂનાગઢની બ્રાન્ચમાં પોલીસની તપાસ
  • મિકેનિક ફીટર અને સિવિલ એન્જિનિયરની ડીગ્રી બોગસ હોવાનું જાણતા હોવા છતાં ખરીદ કરનાર શખ્સોની શોધખોળ

રાજકોટના નાના મવા રોડ પર પીજીવીસીએલ પાસે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની ઓફિસ શરૂ કરી જેઓને એન્જિનીયરીંગનો કે મિકેનિકનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિઓને રૂા.15 થી 20 હજારમાં બોગસ ડીગ્રી આપી છેતરપિંડી કરતા ભેજાબાજ વૃધ્ધને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી બોગસ ડીગ્રી જાણતા હોવા છતાં ખરીદનાર ચાર શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

Untitled 1 303

 

પોલીસે કમ્પ્યુટર, પ્રિન્ટર, બોગસ સર્ટી, રબ્બર સ્ટેમ અને વિતેલા વર્ષના પ્રશ્ર્ન પત્ર સહિત રૂા.33,400નો મુદામાલ કબ્જે કરી જયંતી લાલજી સુદાણીની પૂછપરછ કરતા તેને રાજકોટ ઉપરાંત જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્ચ ખોલી જેઓએ અભ્યાસ કર્યો ન હોય તેઓને એન્જિનીયરની ડીગ્રી આપી મિકેનિક એન્જિનીયર અને સિવિલ એન્જિનીયર બનાવી દીધાની ડીગ્રી આપ્યાની કબુલાત આપી છે. છેલ્લા આઠેક વર્ષથી બોગસ ડીગ્રીનું કૌભાંડ ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

નાના મવા રોડ પર શાસ્ત્રીનગર સોસાયટી પાસે શિવ દ્રષ્ટી સોસાયટીમાં રહેતા જંયતીભાઇ લાલજીભાઇ સુદાણી નામના 62 વર્ષને પટેલ વૃધ્ધ નાના મવા રોડ પર પીજીવીસીએલ પાસે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે સૌરાષ્ટ્ર ઇલેકટોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની ઓફિસ શરૂ કરી જેઓએ ડીપ્લોમાં એન્જિનીયરીંગનો અભ્યાસ ન કર્યો હોય તેવી વ્યક્તિઓને મિકેનિક અને સિવિલ એન્જિનીયરીંગની ડીગ્રીનું વેચાણ કરી અનેક સાથે છેતરપિંડી કર્યા અંગેની ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા, પી.એસ.આઇ. એ.બી.વોરા, એએસઆઇ પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને અશોકભાઇ કલાલ સહિતના સ્ટાફે માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડયો હતો.

પોલીસના ડમી ગ્રાહકે રૂા.15 હજાર આપી 2008ના વર્ષની મિકેનીક ફીટરનું બોગસ સર્ટી ફિકેટ મેળવ્યાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે જયંતી સુદાણી નામના પટેલ વૃધ્ધની ધરપકડ કરી તેની પાસેથી કમ્પ્યુટર સહિત રૂા.33,400નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ કરતા તેને સિટી આર્કેટ જામનગર અને તળાવ ગેઇટ પાસે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિક ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીની ઓફિસ ખોલી યુવાનો સાથે છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.જયંતી સુદાણી પાસેથી ગોંડલ તાલુકાના ચરખડી ગામના સંદીપ ગોરધન સગપરીયા, કોઠારિયા રીંગ રોડ સતનામ પાર્કના રાહુલ ભરત કડીયા, ગોંડલ રોડ ખોડીયારપરાના રાહુલદેવ દિનેશ પરમાર, ચરખડીના કૌશિક પ્રભુદાસ ધોરાજીયા નામના શખ્સોએ બોગસ ડીગ્રી ખરીદ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તમામની ધરપકડ કરી છે.

જયંતી સુદાણીની ઓફિસમાંથી 100 જેટલા કોરા સર્ટીફિકેટ, 200 જેટલી કોરી માર્કસિટી, બોર્ડ ઓફ હાયર સેક્ધટરી એજ્યુકેશન દિલ્હીની આન્સરસીટનો થપો, ભારત સરકારના શિક્ષા મંત્રાલયની બોર્ડ ઓફ હાયર સેક્ધટરી હેડ ઓફિસના સરનામાવાળા કવર, ડિપ્લોટ ઇન સિવિલ એન્જિનીયરીંગ કોર્ષના સર્ટિફિકેટ, ડીપ્લો ઇન સિવિલ એન્જિનીયરીંગ કોર્ષના સેમેસ્ટર 1,2,3 અને 4ના માર્કસીટ અને ભારત સરકારની રાષ્ટ્રીય મુકત વિદ્યાલયના માર્ક સ્ટેટમેન્ટ તેમજ માઇગ્રેશનના પ્રમાણ પત્ર મળી આવ્યા છે.

આ ઉપરાંત બોર્ડ ઓફ હાયર સેક્ધટરી દિલ્હીના એપ્લીકેશન ફોર્મ, રજીસ્ટ્રેશન ફોમ, એડમીટ કાર્ડ, 2012 થી 2017 સુધીના ધોરણ 12ના અલગ અલગ વિષયના પશ્ર્ન પત્ર કબ્જે કરી કરાયેલી પૂછપરછમાં તે છેલ્લા આઠેક વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાની પત્રકાર પરિષદમાં ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ. જે.વી.ધોળા અને પી.આઇ. વાય.બી.જાડેજા સહિતના સ્ટાફે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.