Abtak Media Google News

જામનગરમાં ઠેર-ઠેર કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. નવા કેસો આવતા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટે નવા ૨૨ વિસ્તારોને ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા છે. જામનગરમાં ઠેર-ઠેર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસો પણ વધી રહ્યાં છે. કલેક્ટર અને જિલ્લા મેજી. રવિશંકરે કોરોનાના નવા કેસો આવતા એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને નવા રર ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કર્યા છે, જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી નિવાસી કોલોની શેરી નં. ર રાધે એપાર્ટમેન્ટ, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સરસ્વતી સોસાયટીના મુખ્ય રસ્તા પર ધીરજલાલ આમરણીયાના મકાનથી હસમુખભાઈ ગધેસરીયાના મકાન સુધીની શેરીની અંદર તરફ જતા ડાબા હાથ તરફના ૪ રહેણાંક મકાનનો વિસ્તાર, મેહુલનગર એક્સચેન્જની બાજુમાં સર્વમંગલ સોસાયટીમાં પ્લોટ નં. ૩૪ (રાધે), ૩પ (હિરેન), ૩૬ (ઓમ) તથા ૩૮/એ (મેલડી કૃપા), ૩૮-બી (સૌરભ), ૩૮/સી (બહુચર કૃપા) રોડની બન્ને બાજુ થઈ કુલ ૬ રહેણાંક મકાનનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.

ખોડિયાર પોલીસ ચોકી પાસે શક્તિનગર મેઈન રોડ પર ચામુંડા નિવાસ (સુરેશભાઈ ગોંડલીયા), મેહુલ, સંત કૃપા, શ્રી હર્ષદ કૃપા મકાન મળીને રોડની બન્ને બાજુ થઈ કુલ ૬ (છ) રહેણાંક મકાનનો વિસ્તાર, દિ.પ્લોટ શેરી નં. ૬પ, જોલી બંગલા પાસે રામ કુટીર એપાર્ટમેન્ટની સામે દિપવાસ મકાનથી સીંધીભાઈ ભાનુશાળીના મકાન સુધીના ૪ રહેણાંક મકાન તથા સામેની સાઈડ શિવ કૃપા મકાન સુધી શેરીની બન્ને બાજુ થઈ કુલ ૯ (નવ) રહેણાંક મકાન, આર્ય સમાજ રોડ પર પુષ્પક એપાર્ટમેન્ટ બ્લોક નં. સી, જમનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પવનચક્કીથી કિશાન ચોક તરફ જતા અંજલી કેબલની બાજુમાં હિતેન્દ્રભાઈ ભગવાનજીભાઈ નંદાના મકાનવાળા ડેલાની અંદર ત્રણ રહેણાંક મકાન તથા મિલન સ્ટોર્સ નામની કરીયાણાની દુકાન અને રમેશભાઈ નંદાની ચા ની દુકાન અને પવનચક્કી સર્કલથી જામનગર જિલ્લા જેલ તરફના રસ્તા પર જેલની સામે આવેલ ગોવિંદમ રહેણાંક મકાનનો વિસ્તારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હર્ષદમીલની ચાલી નિલકંઠનગર શેરી નં. ૪ યા હઝરત ચમનશાવલી દરગાહવાળી શેરીમાં આવેલ ક્રિષ્ના એપાર્ટમેન્ટના બાર (૧ર) રહેણાંક ટેનામેન્ટનો વિસ્તાર, રામેશ્વરનગર માટેલ ચોકમાં ભરતસિંહ જાડેજાના ઘરથી શરૃ કરી લાખાભાઈ કરશનભાઈ પરમારના ઘર સુધી કુલ ૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર. કાલાવડ ગેઈટ બહાર શાહ પેટ્રોલપંપની સામે આવેલ અમન સોસાયટીમાં પ્લોટ નં. ર૭/એ, ર૭/બી, બાગે હલીમા મકાન, બાગે મરીયમ મકાન, જૈનમ મંજીલ મકાન સહિત શેરીની બન્ને બાજુ મળી કુલ પ (પાંચ) રહેણાંક મકાનનો વિસ્તાર, રંગમતી પાર્ક શેરી નં. ૪/પ ધ્રુવ મકાનથી ગાયત્રી સોડા સેન્ટરવાળી લાઈનમાં ૭ (સાત) મકાન તથા સામેની સાઈડ ૩ (ત્રણ) મકાન થઈ શેરીની બન્ને બાજુ મળી કુલ ૧૦ રહેણાંક મકાનોનો વિસ્તાર., ગ્રેઈન માર્કેટ નાગાણી શેરીમાં મોસીન મહેબુબ શેખના મકાનથી રસુલખાન પઠાણના ઘર સુધીના ડેલાની અંદરના કુલ ૧૦ રહેણાંક મકાનનો વિસ્તાર, પટેલ કોલોની શેરી નં. ૭, રોડ નં. ૧, આશકા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરથી થર્ડ ફલોર મળી ૬ રહેણાંક ફલેટ તથા અરીહંત મકાન, પ્રભુકૃપા, કૃષ્ણકુંજ, કીલોલ મકાન મળી શેરીની બન્ને બાજુ થઈ કુલ ૧ર રહેણાંક મકાનનો વિસ્તાર, કાલાવડ નાકા બહાર મણીયાર મસ્જિદ પાસે આવેલ મામદ કાસમ મામદ શાજીદના મકાનથી રસીદાબેનના મકાન સુધીના ૭ (સાત) મકાનનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.  પવનચક્કી પાસે હોન્ડા શોરૃમ પાછળ આવેલ બાવાવાડ વિસ્તારમાં બક્ષીના બંગલાની પાછળ રસીકભાઈ ભાનુશાળીના મકાનથી શ્રી રવિભાઈ હરેશભાઈ સોનીના  મકાન અને શ્રીજીકૃપા મકાન તથા શિવકૃપા મકાન મળી કુલ ૪ (ચાર) મકાનનો વિસ્તાર. ખોજાનાકા પાસે ડો. નાગોરીના દવાખાનાવાળી શેરી, ખોજા ધર્મશાળામાં ખોજાની મસ્જિદથી શરૃ કરી બાબુભાઈ રાજશ્રીના મકાન સુધી સમાવિષ્ટિ થતો ૮ મકાનનો વિસ્તાર ક્ધટેઈનમેન્ટ જાહેર કરાયા છે.

આ ઉપરાંત હવાઈચોક પાસે વૈજનાથ મંદિર સામે આવેલ વૈજનાથ એપાર્ટમેન્ટ વીંગ-બી, સ્વામિનારાયણનગર શેરી નં. ૧ જેમાં લાલજી પ્રાગજીભાઈ ચૌહાણના મકાનથી બંધ મકાન સુધીના ૬ મકાન, ચંદુભાઈ પાડલીયાના મકાનથી શરૃ કરી બંધ મકાન સુધી ૬ મકાનો મળીને કુલ ૧ર મકાનનો વિસ્તાર. સ્વામિનારાયણનગર પાસે આવેલ ડ્રીમ સિટી સોસાયટી શેરી નં. ૮ માં પોઝિટિવ આવેલ કમળાબેન પંકજભાઈ પરમારના મકાન નં. ર૬૬/૯ થી ડાબે તથા જમણી બાજુએ મળી કુલ ૬ (છ) મકાનનો વિસ્તાર. હરિયા સ્કૂલ પાછળ જૈન દેરાસર પાસે કલ્યાણી એપાર્ટમેન્ટ અને કેનાલ રોડ ૩૧-દિ.પ્લોટમાં આવેલ વાઘેલાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં નવીનભાઈ નાનજીભાઈ વાઘેલાના મકાન તેમજ ગેલકુપા મળીને કુલ ૪ (ચાર) મકાનનો વિસ્તારને પણ ક્ધટેન્ટમેન્ટ એરિયા જાહેર કરાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.