Abtak Media Google News

વજી ચેકીંગમાં જતી વેળાએ કાર પલ્ટી ગઇ: હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારી દોડી ગયા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ગોઝારા બની જવા પામ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તા ઉપર વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે અને અનેક જિંદગીઓ પણ છેલ્લા ત્રણ મહિનામાં અકસ્માતના પગલે મોત માં હોમાઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વખતપર ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે અકસ્માતના પગલે ચાર અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા વખતપર નજીક પીજીવીસીએલ ના અધિકારીઓ ચેકિંગમાં જઈ રહ્યા હતા તે સમયે બોલેરો પીકપ કાર ઉપર તેની ઉપર કાબુ ડ્રાઈવર દ્વારા ગુમાવતા કાર પલટી ખાઇ જવા પામી છે જેને લઇને કારમાં સવાર ચાર મુખ્યત્વે અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સૌપ્રથમ સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં બેફામ રીતે વીજચોરી થતી હોવાની રાવ ફરિયાદના પગલે પીજીવીસીએલ તંત્રની ટીમ દ્વારા ચેકીંગ કામગીરી ગ્રામીણ વિસ્તારોમાં હાથ ધરવા માટે અધિકારીઓ જોઈ રહ્યા હતા તે દરમિયાન વખતપર ગામ નજીક કાર પલટી ખાઇ જવા પામી છે કારમાં સવાર ચાર મુખ્ય પીજીવીસીએલ તંત્રના અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને આ મામલાની જાણકારી થતાં તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઇ છે.

તમામ ની તબિયત અત્યંત નાજુક હોવાના પગલે સુરેન્દ્રનગર સારવાર માટે ખસેડવા માં આવ્યા છે.ત્યારે વીજ ચેકિંગ માં જતી ઙૠટઈક ની ટિમ ને નડ્યો વખતપર નજીક અકસ્માત. મુખ્ય 4 અધિકારીઓ ના હાથ પગ ભાંગી ગયા અને માથાના ભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. જેમાં સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર એક કર્મચારીની ગંભીર ઇજા પહોંચવાના કારણે તબિયત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ સારવાર માટે ખસેડવાની વાતચીત પણ ચાલી રહી છે તેવા સંજોગોમાં વધુ એક વખત પીજીવીસીએલના અધિકારીઓને અકસ્માત નડ્યો છે.

ત્યારે અકસ્માતની જાણકારી પોલીસ તંત્રને તાત્કાલિકપણે સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક કારણમાં વખત પણ નજીક વીજ ચોરી અંગેની ચેકીંગ કામગીરી માં જતી ટીમને અકસ્માત નડયા હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ તંત્રએ હાથ ધરી છે બોલેરો કાર પલટી ખાઇ જતાં ચાર મુખ્ય પીજીવીસીએલના અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.