Abtak Media Google News

ધ્રાંગધ્રા પંથકના દરેક ગામમા તથા વિસ્તારમા શ્રાવણ માસ શરુ થતાની સાથે જ જુગારની ક્લબો ખુલી ગઇ છે આ લોકોને પોલીસ કે કાયદાનો ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ જુગારની ક્લબોમા બેસીને પત્તા ટીચતા દેખાય છે તેવામા પોલીસની થોડી સતર્કતાથી તમામ જુગારીઓને કાયદાનુ ભાન થાય તેમ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા ગામે જુગાર રમાતો હોવાની બાતમી તાલુકા પોલીસને મળતા મહિપાલસિંહ ડોડીયા, સોયેબભાઇ મકરાણી, ધીરુભા પરમાર સહિતનાઓ તુરંત ઇસદ્રા ગામે જઇ જાહેરમા જુગાર રમતા શખ્સો પર દરોડો કયોઁ હતો. જેમા વશીમ અનવરભાઇ, મોઇન અનવરભાઇ, પ્રિણ ચમનભાઇ તથા સલ સીદ્દીકભાઇ રહે: તમામ ધ્રાંગધ્રાવાળા ચાર જુગારીઓને રોકડ 10250 રુપિયા સાથે 3 મોબાઇલ રુપિયા 1500ની કિમતના એમ કુલ મળી 11750નો મુદ્દામાલ કબ્જે કરી તમામ જુગારીઓ પર જુગારધારાની ફરીયાદ નોંધી કાયદેસરની કાયઁવાહી હાથ ધરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.