Abtak Media Google News

પોતાના પર હુમલો કરવા આવ્યાની દહેશતે છરીના ઘા ઝીંકી દીધાં

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મારામારીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં હોસ્5િટલે મિત્રની ખબર અંતર પુછવા આવેલા બે યુવાનો પર બે મહીલા સહીત ચાર લોકોએ છરી વડે હુમલો કરતાં તેને સારવાર અર્થે સીવીલ હોસ્5િટલમાં  દાખલ કર્યો છે.

બનાવની મળતી માહીતી મુજબ રામનાથ પરામાં રહેતો રાહુલભાઇ સુખાભાઇ બારૈયા નામનો ર1 વર્ષીય યુવાન સિવીલ હોસ્પિટલે તેના મિત્ર સુરેશ ભુવાની ખબર અંતર પુછવા માટે તેના મિત્ર અલ્પેશ ગોહેલ સાથે રાત્રીના સમયે આવ્યો હતો જેમાં જુના ઝઘડાનો ખાર રાખી મીલન ઉર્ફે લઢીયો, વીકી કોળી, ડીમ્પલ વાઘેલા અને સપનાએ તેના પર છરી વડે હુમલો કરતાં બન્ને યુવાનોને ઇજા પહોચતાં સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, જુના ઝઘડા બાબતે ચારેય લોકોએ તેના પર હુમલો કર્યો છે. પોલીસે ચારેય વિરુઘ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.