Abtak Media Google News

વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકશાહીની મહાપર્વ સમાન લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. સાત તબકકામાં યોજાનારી લોકસભાની ચૂંટણીના ચોથા તબકકામાં આજે નવ રાજયોની ૭૧ બેઠકો પર સવારથી મકકમ મતદાન યોજાઈ રહ્યું છે. આજે જે નવ રાજયોમાં મતદાન થઈ રહ્યું છે. તેમાં મહારાષ્ટ્રની સૌથી વધુ ૧૬, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની ૧૩-૧૩, પશ્ર્ચિમ બંગાળની ૮, ઓરિસ્સા અને રાજસ્થાનની ૬-૬ બિહારની ૫, ઝારખંડની ૩, જયારે જમ્મુ-કાશ્મીરની એક અનંતનાગ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે.

મતદાન શ‚ થયા બાદ બપોરે ૨ વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો સૌથી વધારે પશ્ર્ચિમ બંગાળની ૮ બેઠકો પર ૫૨.૩૭ ટકા, ઉત્તરપ્રદેશની ૮ બેઠકો પર ૩૪.૪૫ ટકા, ઝારખંડની ૩ બેઠકો પર ૪૪.૯૦ ટકા, બિહારની ૫ બેઠકો પર ૩૭.૭૧ ટકા, મધ્યપ્રદેશની ૬ બેઠકો પર ૪૪.૨૮ ટકા જેવું ધીંગુ મતદાન, મહારાષ્ટ્રની ૧૭ બેઠકો પર ૩૧.૦૪ ટકા, ઓરિસ્સાનની ૬ બેઠકો પર ૩૫.૭૯ ટકા, રાજસ્થાનની ૧૩ બેઠકો પર ૪૪.૫૮ ટકા જેવું મતદાન જયારે જમ્મુ કાશ્મીરની અનંતનાગ બેઠક પર ૬.૬૬ ટકા જેવું નિરસ મતદાન નોંધાયું છે. આ મતદાન દરમ્યાન કોઈપણ અઈચ્છનીય બનાવના અહેવાલો પ્રાપ્ત થયા નથી. ચૂંટણી પંચે આ મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ તે માટે સુરક્ષા વ્યવસ્થા સાથે તમામ આયોજનો ઘડી કાઢ્યા છે.

વિશ્ર્વના સૌથી મોટી લોકશાહી દેશ ભારતની ૧૭મી લોકસભા માટે ત્રણ તબકકાનું મતદાન હેમખેમ પૂ‚ થયા બાદ આજે દેશના નવ રાજયની ૭૨ બેઠકો માટે ૯૬૧ ઉમેદવારોનું ભાવી ઘડવા માટે ૧૨.૭૯ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે તમામ આયોજન કરવામાં આવ્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપ અને સહયોગી પક્ષોએ આ મતવિસ્તારમાં સૌથી વધુ ૫૬ બેઠકો પર સપાટો બોલાવીને વિજય મેળવ્યો હતો. કોંગ્રેસનો બે બેઠકો પર જ ગજ વાગ્યો હતો. અને તૃણમુલ કોંગ્રેસને ૬ અને બીજુ જનતાદળને ૬ બેઠકો પર સંતોષનો ઓડકાર ખાવો પડયો હતો. ચોથા તબકકામાં મતદાનમાં મહારાષ્ટ્રની ૧૭ બેઠકો, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની ૧૩-૧૩ બેઠકો, પં. બંગાળની ૮ બેઠકો, મધ્યપ્રદેશ અને ઓરિસ્સાની ૬-૬ બેઠકો બિહારની ૫ બેઠકો, ઝારખંડની ૩ બેઠકો અને જમ્મુ કાશ્મીરની અનંતનાગની બેઠક પર આજે મતદાન થઈ રહ્યું છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભાજપે તમામ ૫૪ બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ બેમાં સૌથી વધુ ફાઈટ મળી હતી ગયા વર્ષે યોજાયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં કાેંગ્રેસને પુનર્રાગમન માટનેજનાધાર મળ્યો હતો. તેવા વિસ્તારમાં મતદાન થવા જઈ રહ્યું છે. પ્રથમ ત્રણ તબકકામાં ૩૦૨ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણી યોજાઈ ગઈ છે. અને હવે બાકીના ત્રણ તબકકામાં ૧૬૮ બેઠકો પર મતદાન બાકી રહ્યું છે.

આજે યોજાઈ રહેલા ચોથા તબકકાના મતદાનમાં ૯૬૧ ઉમેદવારોમાં દિગ્ગજનેતાઓમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ, સુભાષ ભાભરે એસએસ આહલુવાલીયા, બાબુલ સુપ્રિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ, રંજન ચૌધરી, સહિતના નેતાઓનું આજે મતદારો આજે ભાવિ ઘડી રહ્યા છે.આ ઉપરાંત સીપીઆઈના કનૈયાકુમાર ભાજપના બૈજિયની પાંડે, કોંગ્રેસના ઉર્મિલા માંતોડકર, સપાના ડિમ્પલ યાદવ, ટીએમસીનાં સત્બદીરોય અને કોંગ્રેસના મિલિન્દ દેવરા આજના જંગના મેદાનમાં છે. ૧૨.૭૯ કરોડ મતદારો માટે સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે ૧.૫૦ લાખ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર ચોથા તબકકાના મતદાનથી ચૂંટણી પૂર્ણ થશે. અહી વિપક્ષ કોંગ્રેસ ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈના ધરાશયી થયેલા તેના જૂના ગઢોને અંકે કરવા અને એનસીપી થાણે અને પશ્ર્ચિમ મહારાષ્ટ્રમાં પગપેસારો કરવા પ્રયત્નશીલ છે. ૨૦૧૪ની ચૂંટણીમાં અહી ભાજપ અને શિવસેનાના ગઠ્ઠબંધને તમામ ૧૭ બેઠકો કબ્જે કરી હતી અહી કેન્દ્રીયમંત્રી સુભાષ ભામરે, કોંગ્રેસના મિલિન્દ દેવરા, ઉર્મિલા માંતોડકરનો ભાવિ ઘડાશે જયારે કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં જોધપૂરની બેઠક પર મુખ્યમંત્રી અશોકગેહલોતના પુત્ર વિભવ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સામે બાથ ભીડી રહ્યા છે. ૨૦૧૪માં રાજસ્થાનમાં ભાજપ ગુજરાતની જેમ તમામ બેઠકોપર વિજય મેળવ્યો હતો. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પાતળી બહુમતીથી સત્તામાં આવવાનો મોકો મળ્યો છે. ત્યારે લોકસભાની આ ચૂંટણીમાં પણ કોંગ્રેસને આશા ઉભી થઈ છે.

ઉત્તરપ્રદેશની તમામ ૧૩ બેઠકો પર ભાજપ અને સપા અને સપાનું ગઠબંધનના કનોજની બેઠક સહિતની સમાજવાદી પાર્ટી સાથે પ્રતિષ્ઠાનો સવાલ બનેલી બેઠક પર કાંટાની ટકકર મનાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં ૨૦૧૪ની ચૂંટણીમાં બેઠકો જીતી હતી માત્ર કનોજની બેઠક પર સમાજવાદી પાર્ટીનો વિજય થયો હતો. આ વખતે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ કનોજની બેઠકપરથી ચૂંટણી લડી રહ્યા છે.

ઓરિસ્સામાં શાસક પક્ષ બીજેડીએ ગત ચૂંટણીમાં તમામ છ બેઠકો જીતી હતી ભાજપને અહી કેટલીક બેઠકો જીતવાનો આશાવાદ છે. ઓરિસ્સાની ૪૧ વિધાનસભા મત વિસ્તારમાં ચોથા તબકકાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેજીયની પાંન્ડા, બીજેડીમાંથી કેસરીયા કરીને ભાજપમાં આવ્યા છે. તેમણે ભાજપ માટે ખૂબજ ખેડાણ કર્યું છે. બિહારમાં ભાજપ અને તેના સહયોગીઓ તમામ પાંચ બેઠકો પર આરજેડી અને કોંગ્રેસના ગઠ્ઠબંધનના ઉમેદવારોને ટકકર આપવા આશાવાદ છે. ચોથા તબકકામા તમામની નજર જેના પર મંડાય છે તે બેગુસરાઈની બેઠક પર ભાજપના રાષ્ટ્રવાદી નેતા ગિરિરાજસિંહ અને યુવા ડાબેરી ઉમેદવાર કનૈયાકુમાર વચ્ચે ટકકર થઈ રહી છે.

મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધુ યુધ્ધ ખેલાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કમલનાથના પ્રભાવ વચ્ચે કોંગ્રેસ ખૂબ આશાવાદી છે. પરંતુ અહી પણ કાંટેકી ટકકર મનાય છે. આવિસ્તારમાંથી મુખ્યમંત્રી નવ વખત સાંસદ બન્યા છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં નકુલનાથ ચૂંટણી જીત્યા છે. તે છીદવાડામાંથી કોંગ્રેસના ઉમેદવાર છે. ઝારખંડની ત્રણ બેઠકો પરના ૫૯ ઉમેદવારોનું ૪૫.૨૬ લાખ ઉમેદવારોનુ ભાવી નકકી કરી રહ્યા છે. અહી આદિવાસી નેતા સુંદર્શન ભગત મેદાનમાં છે. આ તબકકામાં જમ્મુ કાશ્મીરની અનંતનાગ લોકસભા બેઠક કે જેમાં અનંતનાગ પુલગામ, સોપિયા, પુલવામાં સહિત ૧૬ વિધાનસભા વિસ્તાર આવેલો છે ત્યાં મતદાનની તક મતદારોને મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.