Abtak Media Google News

છેલ્લા થોડા દિવસોથી ફ્રોડ ઇ-કંપનીઓ દ્વારા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ, સંગઠનના હોદેદારો અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના નામે પાર્સલ મોકલવામાં આવી રહ્યા છે. કેશ ઓન ડિલીવરી સાથે મોકલવામાં આ પાર્સલ માટે મોટી રકમ માંગવામાં આવે છે જેની સામે પાર્સલમાંથી કશું જ નીકળતું ન હોવાની ફરીયાદો પ્રદેશ સુધી પહોંચી છે. જેના સંદર્ભે ભાજપ દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે સી.આર. પાટીલ કે પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા કોઇપણ પ્રકારના પાર્સલ મોકલવામાં આવતા નથી. જો આ નામે પાર્સલ આવે તો તેને સ્વીકારવા પણ નહીં.

કોઇ પદાધિકારી કે કાર્યકરને સી.આર. પાટીલ કે ભાજપ કાર્યાલય દ્વારા પાર્સલ મોકલાયા નથી: સ્પષ્ટતા

કેશ ઓન ડીલીવરી વાળા કે અન્ય કોઇ પાર્સલ સ્વીકારવા નહી પરત મોકલવા તાકીદ

પ્રદેશ ભાજપ દ્વારા એક અગત્યની સુચના ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનીક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓ જોગ કરવામાં આવી છે કે એવી ફરીયાદ મળી રહી છે કે કોઇ કંપની દ્વારા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલના નામે પાર્સલ મોકલવામાં આવી રહ્યા છે. અને આ પાર્સલની ડિલીવરી વેળાએ મોટી રકમ માંગવામાં આવે છે. સી.આર. પાટીલ કે પ્રદેશ ભાજપ કાર્યાલય દ્વારા સંગઠનના કોઇ હોદેદાર, ભાજપના કાર્યકર્તા કે સ્થાનીક સ્વરાજયની સંસ્થાના પદાધિકારીઓને કોઇ જ પ્રકારના પાર્સલ મોકલવામાં આવતા નથી જો કોઇ પાર્સલ આવે અને ડિલીવરી સમયે પૈસાની માંગણી કરે તો તેવા પાર્સલનો સ્વીકાર કરવો નહી તેને પરત મોકલવા પણ તાકીદ કરવામાં આવી છે.ઇ-કંપનીઓ હવે લોકોને લુટી લેવા નીત નવા નુસકા અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.