Abtak Media Google News

ભારત માતાની ભૂમિ ઉપર છોડનો ઉછેર અને પર્યાવરણના જતન માટે કાર્યક્રમનું આયોજન: અનેક લોકોને રોપાનું વિતરણ કરાયું

રાજકોટના કિશાનપરા ચોક ખાતે ૧૪ અને ૧૫ ઓગષ્ટ એમ બે દિવસીય લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ તથા રાજકોટ શહેર પોલીસ સુરક્ષા સેતુના સહયોગથી વિનામૂલ્યે વૃક્ષોના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ પ્રકારના છોડ, આંગણામાં વાવી શકાય તેવા વૃક્ષોના છોડ, રોપાનું વિતરણ થઇ રહ્યું છે. આ કાર્યક્રમનો મુખ્યફ ઉદ્દેશ એ છે કે રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય પર્વ સાથે હોવાથી ભાઇ-બહેનને છોડ ભેટ તરીકે આપે તેમજ એક ભારતીય નાગરીક તરીકે ભારત માતાની ભૂમિ પર એક છોડનો ઉછેર અને વધુને વધુ વૃક્ષો ઉગાડીને પર્યાવરણનું જતન થઇ શકે તે છે આ તકે મોટી સંખ્યામાં લોકો  લાભ લઇ રહ્યાં છે.

વિનામૂલ્યે રોપા વિતરણની પ્રવૃતિ ખુબ જ સરાહનીય: અજય ચૌધરી

Vlcsnap 2019 08 14 12H23M39S378

આ તકે જીપીસી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે રક્ષાબંધન અને ૧પમી ઓગષ્ટ નીમીતે લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ, ટ્રાફીક પોલીસ અને રાજકોટ શહેર પોલીસના સંયુકત ઉપક્રમે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરાયું છે જે ખુબ જ સરાહનીય તેમજ પ્રજાના હિત માટેની કામગીરી છે આ તકે હું દરેક સભ્યોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું લાયન્સ કલબ આગળ પણ આવી જ રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતું રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું.

વધુમાં વધુ લોકોને લાભ લેવા અનુરોધ: ભરતસિંહ ચાવડા

Vlcsnap 2019 08 14 12H23M24S801

આ તકે ટ્રાફીક એસીપી ભરતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે લાયન્સ કલબ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તો થાય છે પણ આ વખતે ૧૪ અને ૧પ ઓગષ્ટના રોજ બે દિવસ માટે વિના મૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો છે તે ખુબ જ સરાહનીય છે. આ તકે રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ ટ્રાફીક પોલીસ સુરક્ષા સેતુ દ્વારા સુંદર આયોજન કરાયું છે. જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ છે. તેમજ આવી જ રીતે લાયન્સ કલબ સેવાકીય પ્રવૃતિઓ કરતું રહે તેવી શુભકામનાઓ

પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ  પ્રકારના રોપાઓનું વિતરણ: દિવ્યેશ સાકરીયા

Vlcsnap 2019 08 14 12H26M29S575

આ તકે ડીસ્ટ્રીકટ ગવર્નર સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દિવ્યેશભાઇ સાકરીયાએ જણાવ્યું હતું કે આવતીકાલે રક્ષાબંધન અને ૧૫મી ઓગષ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વ બન્ને સાથે છે ત્યારે લાયન્સ કલબ રાજકોટ પ્રાઇડ અને રાજકોટ શહેર પોલીસ દ્વારા પર્યાવરણ એં જન જાગૃતિ આવે તે માટે તમા નગરજનોને વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમા ઘરમાં વાવી શકાય તેવા રોપાઓ, ઔષધિક ગુણ ધરાવતા રોપાઓ ઘરના આગણે વાવી શકાય તેવા રોપાઓ તેમજ છાયો આપે તેવા મોટા વૃક્ષોનું વિતરણ થઇ રહ્યું છે. એટલે કે જેમને જેવી જરરુત હોય તે પ્રમાણે રોપાનું વિતરણ કરવામાં આવે છે. એવી અપીલ પણ છે કે સ્વાતંત્ર્ય પર્વ નીમીતે આપણી એક જવાબદારી પણ છે કે એક વૃક્ષ વાવી પયાવરણનું જતન કરીએ, રક્ષાબંધન નીમીતે ભાઇ-બહેનને ભેટ તરીકે એક રોપો આપે તેને વાવીને તેનું જતન કરે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.