Abtak Media Google News
  • રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી વચનોની લ્હાણી
  • રોટી, કપડા, મકાન સાથે અરવિંદ કેજરીવાલે સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષણનો નવો નારો આપ્યો: ભાજપના અઘ્યક્ષ પાટીલને ઠગ ગણાવ્યા અને પોતાને દેશભકત
  • ગુજરાતમાં પગ મૂકતા જ કેજરીવાલને ‘રામ’ યાદ આવ્યા: ઉદ્યમી જનતાને મફતમાં બધુ આપવાની ધોષણા કરી

દિલ્હી અને પંજાબને સર કર્યા બાદ હવે આમ આદમી પાર્ટીએ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમ સ્ટેટ ગુજરાતને સર કરવા માટેનો લક્ષ્યાંક રાખ્યો છે. ગઇકાલે રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલે એક જંગી જાહેરસભા સંબોધીને ચૂંટણીનું રણશીંગુ ફૂંકી દીધું છે ઉદમી ગણાતી ગુજરાતની જનતાને મફતમાં પ્રાથમિક સુેવિધા  આપવાની જાહેરાત કરી ‘મત’ લણવા વાવણી કરી છે. ગુજરાતમાં પગ મૂકતાની સાથે જ તેઓને ‘રામ’ યાદ આવ્યા છે.

Dsc 0942 Scaled

 

જનતાને સારૂ શિક્ષણ, સારૂ સ્વાસ્થ્ય અને યોગ્ય સુરક્ષા આપવી તે દરેક રાજયોની સરકારની પ્રાથમિક ફરજ છે. અરવિંદ કેજરીવાલ પોતે નખશીખ પ્રામાણીક છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. પરંતુ જે રીતે તેઓ સરકાર ચલાવી રહ્યા છે. તે અર્થતંત્ર માટે ખરેખર ખુબ જ ઘાતક છે કારણ કે, પ્રજાને મફતમાં પ્રાથમિક સુવિધા આપવામ)ં આવશે તો તે આળસુ થઇ જશે અને લાંબા ગાળે તે દેશ માટે નુકશાન કારક સાબિત થાય છે.

ગુજરાતની જનતા ખુમારી વાળી છે. મફતમાં લેવું તેના લોહીમાં નથી. પરંતુ મતની લાણી કરવા માટે અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને જો મફતમાં વીજળી જોઇતી હોય તો આપને મત આપવાની લાલચ આપી છે સાથે સાથે વડીલોને પણ અયોઘ્યાની યાત્રા મફતમાં કરવાની ઘોષણા કરીછે. તેઓએ એક વાતનો ઉલ્લેખ કર્યો હતો કે અમારી પાસે પૈસા નથી હવે એક વાત નિશ્ર્ચીત છે કે તેઓની સરકાર બનશે તો ગુજરાતની પ્રજાના પૈસે જ ગુજરાતના વડીલોને મફતમાં યાત્રા કરાવશે. રોટી, કપડા અને મકાનની સામે તેઓએ સ્વાસ્થ્ય, સુરક્ષા અને શિક્ષણનો નારો આપ્યો છે. પરંતુ મફતની રામ રોટીથી આમ આદમીની ભલાવાર થવાની નથી.

કેજરીવાલે કહ્યું  કે, છેલ્લા ત્રણ વર્ષમાં અમે દિલ્હીમાં 50 હજાર વડીલોને તીર્થયાત્રા કરાવી. દિલ્હી ખુબ જ નાનુ રાજય છે ગુજરાતમાં ઓછામાં ઓછા 1 કરોડથી વધુ વૃઘ્ધો છે. જેઓને મફતમાં અયોઘ્યાની યાત્રા કરાવમાં આવે અને આલિશાન સુવિધા આપવામાં આવે તો સમૃઘ્ધ ગુજરાત કંગાળ બની જાય.

 

તેઓએ પોતાના ભાષણમાં એવું પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી કોઇપણ બને ગુજરાતમાં સરકાર પાટીલ જ ચલાવે છે. શું એ સાચું છે. હું લોકોને પુછુ છું કે મને રાજનિતિ કરતા આવતી નથી માત્ર કામ કરતા આવડે છે. જો કેજરીવાલને રાજનીતિ કરતા આવડતું ન હોત તો ગુજરાતની ધરતી પર પગ મૂકતાની સાથે જ તેઓએ રામનો રાગ આળોટપો ન હતો અને ગુજરાતની ઉદમી પ્રજાને મફતમાં વીજળી, શિક્ષણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય સંબંધીત સેવા આપવાની વાત કરી ન હોત.

તેઓએ ગુજરાતની જનતાને ‘આપ’ ને માત્ર એક મોકો આપવાની અપીલ કરી હતી. સાથો સાથ શિક્ષણ અને આરોગ્યના મુદ્દે મત માંગ્યા હતા. કેજરીવાલે પોતાને દેશભકત કરવા હતા બીજી તરફ જનતાના મોઢે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ મહા ઠગ છે તેવું બોલાવ્યુઁ હતુઁ.  મફતમાં વીજળી જોઇતી હોય તો ‘આપ’ ને મત આપવાની અપીલ કરી હતી.

ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને બીજેપીને અમીરોની પાર્ટી ગણાતી હતી. ગુજરાતની સરકારી શાળાઓની હાલત ખુબ જ નાજુક છે તેવું કહ્યું હતું. દિલ્હી અને પંજાર બાદ ગુજરાતની જનતા મને પ્રેમ કરવા લાગી છે તેવું કહી તેઓએ લાગણી શીલ ગુજરાતની જનતાના દિલ જીતવાના પ્રયાસ કર્યા હતા.

Img 20220511 Wa0073

કોંગ્રેસનો સાથ છોડી આપનું ઝાડુ પાડનાર પૂર્વ ધારાસભ્ય ઇન્વ્રનીલ રાજયગુરૂએ કેજરીવાલના બે મોઢે વખાણ કર્યા હતા. ‘આપ’ એવી આશા બાંધીને બેઠું છું કે હાલ ગુજરાતમાં તેઓનું સંગઠન મજબૂત બની રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસનો સાથ છોડીને આવનારના ભરોસે ગુજરાતની ગાદી પર કબ્જો મેળવી શકાશે.

પરંતુ તેઓ ખોટા ખ્વાબમાં રાચે છે કારણ કે ગુજરાતની જનતા ખુબ જ શાણી છે અગાઉ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો મફતમાં પ્રાથમિક સુવિધા આપવાની અને વેરો પણ સંંપૂર્ણ નાબૂદ કરવાની વચનોની લ્હાણી કરી ચૂકીછે. છતાં ગુજરાતની જનતાએ તેનો સ્વીકાર કર્યા નથી હવે કેજરીવાલની મફતમાં વીજળી અને વડીલોને યાત્રા કરાવવાનું વચન આપ્યું છે તેના પર ભરોસો કરશે કે કેમ?  તે આગામી સમય જ બતાવશે.

ઇન્દ્રનીલનું પુષ્પગુચ્છ કેજરીવાલને ખુચ્યું!!

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના ક્ધવીનર અરવિંદ કેજરીવાલને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂએ જનસભા પૂર્વ સ્ટેજ પર શુભેચ્છાના ભાગરૂપે એક પુષ્પગુચ્છ આપ્યું હતું. ગુલાબની સાથે હમેશા કાંટા હોય છે પુષ્પગુચ્છ સ્વીકારતાની સાથે જ કેજરીવાળની હથેળીમાં એક કાંટો જોરદાર  રીતે ખુંચી ગયો હતો. થોડીવાર માટે કેજરીવાલ આંગળી પકડીને ઉભા રહી ગયા હતા. પ્રથમ ગ્રાસે મક્ષીકા ની જેમ હજી તો સત્તાવાર પ્રથમ

મુલાકાતમાં જે રીતે ઇન્દ્રનીલની શુભેચ્છા કેજરીવાલને ખુંચી છે આગળ છું થશે તે સમય જ બતાવશે. જેમ મનમોહક અને શું કોમળ ગુલાબના ફુલ સાથે કાંટા હોય છે તેમ પ્રામાણીક પાર્ટી ‘આમ’ માં પણ કોમળ કળીઓ કરતા ધારદાર કાંટા વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.