Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ, સુરેન્દ્રનગરની ગૌશાળા પાંજરા પોળ અને બિનવારસું 5000 પશુઓને અપાઇ રસી: રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના સતત આશિર્વાદ

રાજ્યભરમાં લમ્પી વાયરસનો પશુધન પર ખતરો ઉભો થયો છે ત્યારે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબના આર્શિવાદથી અર્હંમ સેવા ગ્રુપ અને એનિમલ હેલ્પ લાઇન દ્વારા રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગરની ગૌશાળા, પાંજરાપોળ અને નધળીયાતા પશુઓને લમ્પી વાયરસની નિ:શુલ્ક રસી આપવામાં આવે છે અત્યાર સુધી 5000 પશુઓને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. લક્ષણો દેખાય એટલે તુરંત જ રસી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા, પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન, રાજકોટ (મો.98980 19059 / મો. 9898994954) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિ:શુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સનાં ટ્રોલ ફી નં. 1962 પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક રીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. અત્યાર સુધીમાં એનિમલ ેલ્પલાઈન દ્વારા શેની એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા, સદભાવના બળદ આશ્રમ, કામધેનુ ગૌશાળા, શ્વનીડમ ગુરુકુલમ્ – ઈશ્વરીયા, વિજયાવંત ગૌ શાળા, કામધેનુ ગૌશાળા – કોઠારીયા, મામાપીર ગૌશાળા  કોઠારીયા, બટુક મહારાજ ગૌશાળા, ગાયત્રી આશ્રમ રતનપર, રામચરિત ગૌશાળા રતનપર, ચંદ્ર મોલેશ્વર ગૌશાળા, ઓમ શાંતિ ગૌશાળા, નંદિની ગૌશાળા, સુરભિ સંપદા ગૌ શાળા  જેવી ગૌ શાળાઓમાં તથા કચ્છ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ગૌશાળાઓ – પાંજરાપોળોમાં જઈને ગાય અને ભેંસને 6000થી વધુ લમ્પી રોગની નિ:શુલ્ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇન, રાજકોટના આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે.

લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ મો.98980 19059 / મો. 9898994954નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.