Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયના પૂ. નિર્જરાજી મ.સ. કાળધર્મ પામતા જૈન સમાજમાં ઘેરો શોક: પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડયા: કાલે ગુણાનુવાદ સભા

ગોંડલ સંપ્રદાયના પૂ. નિર્જરાજી મ.સ. ગઇકાલે રાજકોટનાં રૂષભદેવ  ઉપાશ્રય ખાતે કાળધર્મ પામ્યા છે. પૂ. નિર્જરાજીની વિદાયથી ગોંડલ સંપ્રદાયમાં ઘેરો શોક છવાયો છે. આજે પૂ. નિર્રરાજી મહાસતીજીની પાલખીયાત્રા નીકળી હતી જેમાં બ્હોળી સંખ્યામાં ભાવિકોએ જોડાઇને જય જય નંદા અને જય જય ભદાનો નાદ ગુંજાવ્યો હતો.

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.મોટા પુષ્પાબાઈ મ.સ.ના સુશિષ્યા  પૂ.નિજેરાજી મ.સ.આજરોજ તા.૨૮/૨/૧૮ના નમસ્કાર મહા મંત્રના સ્મરણ સાથે સમાધિ ભાવે કાળધમે પામેલ છે.

Dsc 0309

પૂ.નિજેરાજી મ.સ.ની ઉંમર લગભગ ૮૭  વષે હતી.બે વષે પૂર્વે તેઓએ સંયમનો સ્વીકાર કરી આગમ વાક્ય ” પછાવિ તે પયાયા ” એટલે કે પાછલી વયે પણ સંયમનો સ્વીકાર કરી માનવ ભવને સાથેક કરી શકાય છે તે સાબિત કર્યું. તેઓએ પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ના મુખેથી કરેમિ ભંતે નો પાઠ ભણી રાજકોટ મુકામે જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરેલ હતી.તેઓની સાથે મુમુક્ષુ આદશે વૈરાગી તેજશભાઈ ( પૂ.તત્વજ્ઞ મુનિ મ.સા.) ની પણ દીક્ષા થયેલ.  મનોજ ડેલીવાળાના જણાવ્યા મુજબ ગઢડાના વતની માતુશ્રી  નિમેળાબેન જયંતિલાલ સખપરા એટલે ધમેના રંગે રંગાયેલો અને શાસનને સમર્પિત પરીવાર.રત્ન કુક્ષિણી માતુશ્રી નિમેળાબેને તેઓના વ્હાલ સોયા સુપુત્ર રાજેશભાઈ એટલે કે પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ને ૧૯૮૪ માં દીક્ષાની સહષે સંમ્મતિ આપી શાસનને ચરણે સોંપેલ.એટલું જ નહીં પરંતુ તેઓના પતિ જયંતિભાઈ( પૂ.જિનેન્દ્ર મુનિ મ.સા.) ને પણ ધમેમાં સહાયક બની અંતિમ સમયની આરાધના સાથે સંયમ ગ્રહણ કરવામાં જબરદસ્ત અનુમોદના કરી સહાયક બનેલ.પૂ.નિજેરાજી મ.સ.એકદમ સરળતા,નિખાલસતા,ભદ્રિકતા સહિત અનેક ગુણો ધરાવતા હતાં.

Dsc 0301

પૂ.નિજેરાજી મહાસતિજીની પાલખી યાત્રા આજે સવારે ૯:૦૦ કલાકે રૂષભદેવ ઉપાશ્રય તિરુપતિ સોસા.શેરી નં.૧,નિમેલા કોન્વેન્ટ સ્કૂલ,રાજકોટ ખાતેથી જય જય નંદા..જય જય ભદાના જય નાદ સાથે નીકળેલ જેમાં ગોંડલ સંઘના પ્રમુખ પ્રવિણભાઈ કોઠારી,જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ,દિપકભાઈ મોદી,મુકેશભાઈ બાટવીયા,જયંતભાઈ ભરવાડા,ઉપેનભાઈ મોદી,કિરીટભાઈ શેઠ,પ્રતાપભાઈ વોરા,ડોલરભાઈ કોઠારી,એડવોકેટ કમલેશભાઈ શાહ,શશીભાઈ વોરા,દિનેશભાઈ દોશી,સુધીરભાઈ બાટવીયા,શિરીષભાઈ બાટવીયા,પરેશભાઈ સંઘાણી, કિશોરભાઈ સંઘાણી,બિપીનભાઈ પટેલ,ધીરૂભાઈ વોરા સહિત અનેક ભાવિકો જોડાયેલ.

Dsc 0311

પૂ.નિજેરાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ની પાવન નિશ્રામાં આવતી કાલે સવારના ૯:૦૦ કલાકે શાશ્ર્વત એપાટેમેન્ટ,પારસ હોલ સામે રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.