Abtak Media Google News

વડાપ્રધાન મોદી દ્વારા દિલ્હી- મુંબઇ એક્સપ્રેસ વેના બીજા તબક્કાના કામનું લોકાર્પણ

Innougrste

નેશનલ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને મધ્યપ્રદેશના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ગ્વાલિયર ખાતે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના બીજા તબક્કાના કામનું ઉદ્ઘાટન કર્યું છે. જેથી હવે વડોદરાથી દિલ્હી માત્ર 8 જ કલાકમાં પહોંચી શકાશે.
દિલ્હીથી વડોદરા સુધીની સફર સામાન્ય રીતે 16 કલાકની હોય છે. આટલું જ નહીં આ રુટ પર સૌથી ઝડપે દોડતી ટ્રેન તેની યાત્રા 12 કલાકમાં પૂર્ણ કરે છે પણ હવે બાય રોડ આ યાત્રા માત્ર 10 કલાકમાં પૂર્ણ થઇ જશે. જેનું માધ્યમ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે બનશે.

આ એક્સપ્રેસ વેના બીજા ભાગનું આજે પીએમ મોદીએ ઉદઘાટન કર્યું છે જે રાજસ્થાનથી ગુજરાત સુધી બનેલો છે. તેનો ત્રીજો ભાગ વડોદરાથી મુંબઈ વચ્ચે હશે. આ રુટની સૌથી ઝડપી મુંબઈ સેન્ટ્રલ તેજસ રાજધાની એક્સપ્રેસ ટ્રેન 10 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરે છે. આ ઉપરાંત ગાડીઓ 12થી 15 કલાકનો સમય લે છે.
બાય રોડ આ સફર અત્યાર સુધીમાં 18 થી 20 કલાકમાં પૂર્ણ થતી હતી જે હવે માત્ર અડધી જ રહી જશે. દિલ્હીથી સોહના, દૌસા, લાલસોટ, સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ અને ગોધરાના માર્ગે આ એક્સપ્રેસ વે 10 જ કલાકમાં મુસાફરોને વડોદરા પહોંચાડી દેશે. હાલ દિલ્હીથી વડોદરા સુધી જવા માટે સીધા બે જ રોડ હતા. એક રસ્તો જયપુર, ભીલવાડા અને ઉદયપુરના માર્ગે. તો બીજો લક્ષ્મણગઢ, લાલસોટ અને કોટાનો માર્ગ હતો.

Express Way

8 લેન રોડ, 120ની સ્પીડે વાહન ચલાવી શકાશે

દિલ્હીથી વડોદરા સુધીના સેક્શનને 12000 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. તેનો સૌથી વધુ 373 કિ.મી.નો હિસ્સો રાજસ્થાનથી પસાર થાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશથી 244 કિ.મી. અને સૌથી ઓછો રાજસ્થાનથી 79 કિ.મી. પસાર થાય છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો સોહનાથી દૌસા સુધીનો સેક્શન પહેલાં જ ચાલુ કરી દેવાયો હતો. આ રોડ પર તમે 120 કિ.મી. પ્રતિકલાકની ઝડપે ગાડી દોડાવી શકશે. રોડ 8 લેન હશે અને કનેક્ટિવિટી મજબૂત હશે.
દિલ્હી – વડોદરા વચ્ચે 155 કિમિનું અંતર ઘટ્યું

અગાઉના રૂટ મુજબ, બાય રોડ દિલ્હીથી વડોદરા બંને શહેરો વચ્ચેનું અંતર 1,000 કિમીથી વધુ હતું, પરંતુ નવો એક્સપ્રેસ વે ખુલ્યા બાદ આ અંતર ઘટીને માત્ર 845 કિમી થઈ જશે. આમ 155 કિમીનું અંતર ઘટી ગયું છે. દિલ્હી-વડોદરા એક્સપ્રેસ વે અંદાજે રૂ. 11,895 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

8Lane Way

હવે વડોદરાથી મુંબઈ વચ્ચેનો ત્રીજો તબક્કો 2024 સુધીમાં તૈયાર થઈ જશે

આ એક્સપ્રેસ વે દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટીને માત્ર 12 કલાક રહેવાની ધારણા છે. 1,386 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ફેબ્રુઆરી 2024 સુધીમાં તૈયાર થઈ જશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રને જોડશે. તેને લગભગ 1 લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.