Abtak Media Google News

ભાગેડુ હીરા કારાબોરી નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. થોડા દિવસ પહેલા તેને યુકેના ગૃહ પ્રધાન દ્વારા ભારત લાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, નીરવ મોદીને ભારત ના આવવા માટે તેને નવતર પ્રયાશો કર્યા છે. નીરવ મોદીએ ભારત આવવા વિરુદ્ધ બ્રિટેવની હાઇકોર્ટમાં અરજી કરી છે. તેણે અરજીમાં અનેક દલીલો આપી છે. જો કે, તેને સાબિત કરવું નીરવ મોદી માટે અઘરું રહશે.

નીરવ મોદીએ બુધવારે યુકે હાઈકોર્ટમાં તેમના પ્રત્યાર્પણની વિરુદ્ધ અપીલ માટે પોતાનું પ્રાથમિક અરજી ફાઇલ કરી છે. આમાં તેણે વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ભારત પ્રત્યાર્પણ પ્રત્યે અને 15 એપ્રિલે યુકેના ગૃહ સચિવ પ્રભા પટેલની મંજૂરી સામે વિરોધ નોઘવીયો છે. નીરવ મોદીની કાનૂની ટીમ મુજબ કરેલી અપીલને સાબિત કરવા માટે તૈયારી સારું કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં ફાઇલ કરવામાં આવશે.

નીરવ મોદીએ અરજીમાં દલીલો આપી છે કે, ભારતમાં યોગ્ય સુનાવણી ન થવા અને રાજકીય કારણોસર તેમને નિશાન બનાવવામાં આવશે. ભારતની જેલોની સ્થિતિ નબળી છે અને ભારત સરકાર પાસે તેની સામે પુરાવા પણ નબળા છે.

 

તમને જણાવી દઇએ કે આ અગાઉ લંડનની એક અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણની સંમતિ આપી હતી અને ભારતની જેલમાં તેમની સંભાળ લેવામાં આવશે એમ કહીને તેમની તમામ અરજીઓને નકારી કાઢી હતી. આખરે નીરવ મોદીએ આ નિર્ણયને બ્રિટેવની હાઇકોર્ટમાં પડકાર્યો છે.

નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકના અધિકારીઓની સાથે મળીને 14,000 કરોડથી વધુની લોનની છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી ગેરંટીના પત્ર દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગના બે મોટા કેસ CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા નોંધાયા છે. આ સિવાય તેની વિરુધ્ધ અન્ય કેટલાક કેસો પણ ભારતમાં નોંધાયેલા છે. CBI અને EDની દ્વારા ઓગસ્ટ 2018માં બ્રિટનને તેમના પ્રત્યાર્પણની માંગ કરવામાં આવી હતી.

આ કૌભાંડ બાદ ભારતથી ભાગી ગયેલા નીરવ મોદી હાલમાં લંડનની વેન્ડ્સવર્થ જેલમાં બંધ છે. પ્રત્યાર્પણ ટાળવા માટે નીરવ મોદીએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘તે માનસિક રીતે બીમાર છે. તેમણે ભારતની જેલમાં સુવિધા ન હોવાનો દાવો પણ કર્યો હતો.’ જોકે, કોર્ટે નીરવ મોદીની આ દલીલોને નકારી કાઢી હતી.

ફેબ્રુઆરીમાં વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે ભારત સરકારની તરફેણમાં ચુકાદો આપતા નીરવ મોદીના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. જોકે, પ્રત્યાર્પણના હુકમ પર ગૃહમંત્રી પ્રીતિ પટેલની સહીનો અર્થ એ નથી કે નીરવ મોદીને ભારત લાવવામાં કોઈ અંતરાય નથી. તેની પાસે ઘણા કાનૂની માર્ગ બાકી છે, જેમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા અને આશ્રય મેળવવા જેવા વિકલ્પોનો સમાવેશ થાય છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.