ગોંડલ સંપ્રદાયના ગાદિપતિ પૂ. ગિરીશચંદ્રજી મ.સા.ની બુધવારે પાંચમી પૂણ્યતિથિ

ચતુર્વિધ સંઘ સ્વ સ્થાનેથી જ ગુ‚દેવનાગુણોનું સ્મરણ કરી ગુણાંજલિ પાઠવશે

સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો,મહંતો અને શૂરવીરોની ભાતીગળ ભૂમિ. આવી જ એક પૂણ્ય ભૂમિ ઉપર એટલે કે ગોંડલથી નજીક ખોબા જેવડા ગોમટા ગામમાં વિ.સં.૧૯૮૪ ચૈત્ર વદ કૃષ્ણ પક્ષની દશમીના શુભ દિવસે રત્નકુક્ષિણી ધમે વત્સલા માતા જમકુબેનની કૂખે એક બાળકનું અવતરણ થતાં જ ધમે પરાયણ પિતા મણીભાઈ શેઠ પરિવારમાં કયાંય હરખ સમાતો ન હતો.શેઠ પરિવારમાં જન્મેલ આ પાંચમા પુત્ર રત્નનું નામ ” ભૂપત ” રાખવામાં આવ્યું. ’ ભૂ ’એટલે પૃથ્વી અને ’ પત ’ એટલે સ્વામી.આ બાળક એકદમ દશેનીય લાગતો હતો.પુત્રના લક્ષણ પારણામાં એ કહેવત અનુસાર આ બાલૂડો જે આવે તેને જોયા જ કરે અને હસ્યાં કરે. જમકુ માતાને કયાં ખબર હતી કે મારી આંખનુ રતન સમાજની કેટલીય માતાના આંખના રતનને ઉછેરવાનો છે. અરે ! હજારો આત્માઓને મહાવીરનો માર્ગ સમજાવવાનો છે. મણીભાઈ શેઠ પરિવાર ગોમટા છોડી ગોંડલ રહેવા આવ્યાં એટલે ભૂપતે સંગ્રામસિંહજી સ્કૂલમાં માંડ – માંડ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો.પહેલેથી જ ભણવામાં મન ચોટતુ નહીં તેથી સ્કૂલને એક’દિ આખરી સલામ કરી શાળાના પાઠ નહીં ભણનાર ભૂપત એક’દિ સાધુ બની ચતુર્વિધ સંઘને જૈન દશેનના પાઠ ભણાવવાનો છે.

પૂ.ગુરુદેવના જીવન અને વિચારોથી પ્રભાવિત થયો.ધીરે ધીરે ભૂપતનના આત્માને વૈરાગ્યનો રંગ ચડવા લાગ્યો.  પૂ.જયંતિલાલજી મ.સા.ની દીક્ષાના પ્રેરક પ્રસંગો સાંભળી ભૂપતભાઈના મનમાં વૈરાગ્યના બીજ રોપાયા કે મારે પણ એક’દિ મહાવીરના માર્ગે પ્રયાણ કરવું છે .તપોધની પૂ.રતિલાલજી મ.સા.ના જીવન કવનથી એમની વૈરાગ્યની ભાવનાને પ્રેરક બળ મળ્યું. પરિવારે કસોટી જરુર કરી પરંતુ સંયમ માગેમા અંતરાયરૂપ ન બન્યાં. પરિવારજનોએ સહષે સંમતિ આપી વ્હાલ સોયા વૈરાગી ભૂપતને ગુરુના ચરણે સોંપી દિધો. કોલકત્તા સંઘની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરી પૂ.ગુરુદેવ જગજીવનજી મ.સા. એવમ. પૂ.જયંતિલાલજી મ.સા.ચાતુર્માસાર્થે પધાર્યા. કોલકત્તા સંઘે એવી લાગણી સાથે માગણી વ્યકત કરી કે આદશે વૈરાગી મુમુક્ષુ ભુપતભાઈની દીક્ષા પણ કોલકત્તા સંઘમાં ભક્તિ ભાવે ઉજવાય. સંઘના સવાયા સદ્ ભાગ્યે ગુરુવર્યોએ વિનંતીનો સ્વીકાર કર્યો. તા.૨૬/૧૧/૧૯૫૨ માગસર સુદ દશમના શુભ દિવસે મુમુક્ષુ ભુપતભાઈનો ભવ્યાતિભવ્ય સંયમ મહોત્સવ ઉજવાયેલ. માત્ર ૨૪ વષેની ભર યુવાન વયે ભોગ સુખોને સ્વેચ્છાએ છોડી કઠિનતમ તીથઁકરોનો ત્યાગ માગે અંગીકાર કર્યો.

હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પૂ.જયંતિલાલજી મ.સાહેબે દીક્ષા મંત્ર – કરેમિ ભંતેનો પાઠ ભણાવતાં જ દેવોને દૂલેભ એવા પંચ મહાવ્રતને અંગીકાર કરી ઝૂમી ઉઠેલ. પૂ.ગુરુદેવે નૂતન દીક્ષિતનું નામ પૂ.ગિરીશચંદ્ગજી મ.સા.ની ઉદઘોષણા કરતાં જ ઉપસ્થિત હજારો ભાવિકોએ પ્રચંડ જયઘોષથી કોલકત્તા ગજવી દિધેલ.દીક્ષા સમયે ગુરુવર્યોએ ભવિષ્યનો સંકેત આપતા કહેલ કે આ આત્મા ગોંડલ ગચ્છની આન-બાન અને શાન વધારશે. પૂ.ગિરીશચંદ્ગજી મ.સાહેબે ૬૩ વષેના સંયમ જીવનમાં સ્વ-પરનું કલ્યાણ કરી ગોંડલ સંપ્રદાયનો ધમેરૂપી ડંકો વગાડી ગાદીપતિ બની ચરિતાથે કયો.