Abtak Media Google News

અમરેલી માં આગામી દિવસોમાં ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનું મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું તેમાં ગુજરાત ના મુખ્યમંત્રી ની ઉપસ્થિત રહેવાના હોય સમાજ ની એક્તા અને સંગઠન ની સારી અસર પાડવાં ખુબ જ મોટી સંખ્યામાં આ મહાસંમેલનમાં પરિવાર સાથે આવવા આહવાન કરવા માટે અમરેલી જ્ઞાતિ સમાજ ના પ્રમુખ ભરતભાઈ ટાંક અને તેમના ધર્મપત્ની ઉર્વીબેન ટાંક સાવરકુંડલા પધાર્યા હતા. ભરતભાઈટાંક ની સરળ અને સાદી ભાષામાં મહાસંમેલન માં પધારવા માટે હાર્દિક આમંત્રણ આપવા માંઆવેલ.

આ તકે સાવરકુંડલા જ્ઞાતિ સમાજ ના પ્રમુખ ગોવિદભાઈ પરમારભાજપ અગ્રણી જયેશભાઇ ટાંક અમરેલી જ્ઞાતિ સમાજ પ્રતિનિધિ મંડળ મહુવા સમાજ જ્ઞાતિ પ્રમુખલાલજીભાઈ મકવાણા રાજુલા થી છગનભાઇ ટાંક ઉપસ્થિત રહેલ તેમજ સાવરકુંડલા જ્ઞાતિ સમાજ નાઆગેવાનો તેમજ શહેર ભાજપ મહામંત્રી એ.બી.યાદવ. ઉપ.પ્રમુખ રાજુભાઇ માળવી.દિપકભાઇ મોરી.વિજયભાઇ માળવી.અમૃતભાઇ.મોરી.રોહિત સાપરા અશોકભાઈ ચૌહાણ ભુપતભાઇ યાદવ નાગજીભાઈ કાચા પોપટભાઇ સાપરા પ્રવિણભાઈ ટાંક તેમજ શ્યામ સૈનિકો હાજર રહેલ.તેવી અખબારી યાદી બળવંત મહેતા જણાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.