Abtak Media Google News

હાલમાં જ ફિલ્મ ‘ગલી બોયનું’નું ટ્રેલર રીલીઝ થયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ બંને એક સાથે જોવા મળશે. રણવીર માટે આ ફિલ્મ તેમના કેરિયરની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે. 

ફિલ્મ ‘ગલી બોય’માં રણવીરસિંહ ખુબજ અલગ આવતરમાં જોવા મળી રહ્યા છે. રણવીર અને આલિયાની ફ્રેશ એનર્જી  સૌને આકર્ષી રહી છે. રણવીરસિંહ અને આલિયા ભટ્ટ અગાઉ એક એક ફિલ્મમાં સાથે કામ કરી ચુકયા છે. અને ફરી એક વાર આ બંને કલાકારો એક પડદે પાછા જોવા મળશે.

2.42 મિનિટના આ ટ્રેલરની શરૂઆત છોકરાઓના ઝૂંડથી થાય છે. જેમાં બધા છોકરનો રેપ કરતાં નજર આવી આવે છે પરંતુ જ્યારે રણવીરનો વારો આવે છે ત્યારે તે ઘર તરફ પાછો વળી જાય છે. આ ફિલ્મના પોસ્ટરમાં ‘અપના ટાઇમ આયેગા’ નામની ટેગલાઇન છે એ પણ આકર્ષક બની છે. અને રેપર બનવાના એક જૂનુન સાથે તે કામિયાબી હાંસિલ કરે છે. આ ફિલ્મમાં રણવીરસિંહ ધારાવીની ઝૂપડપટ્ટીમાં રહેતાં એવા યુવાનની ભુમિકામાં છે જે રૈપર છે. રણવીરસિંહ ની સાથે સાથે અલિયા ભટ્ટ પણ આ ફિલ્મમાં એક શાનદાર રોલમાં નજર આવી રહી છે.

જુઓ ફિલ્મ નું ટ્રેકર :

 
આ ફિલ્મનુ નિદર્શન ઝોયા અખ્તરે કર્યું છે. આ ઉપરાંત ઝોયા અખ્તરે ‘દિલ ધડકને ડો’, ‘જિંદગી ના મિલેગી દુબારા’ જેવી સફળ ફિલ્મો બનાવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019ના રોજ સિનેમાઘરમો રીલીઝ થશે.    

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.