Abtak Media Google News

ઉદયનગરમાં જુગાર રમતી ૬ મહિલા સહિત ૮ અને રસુલપરામાં ૬ પત્તાપ્રેમીની ધરપકડ

શહેરના મવડી રોડ પર કોર્પોરેશનના નવસર્જન બિલ્ડીંગમાં ઉદયનગર અને રસુલપરામાં પોલીસે શ્રાવણ માસના અંતિમ દિવસે જુગાર અંગે દરોડા પાડી ૬ મહિલા સહિત ૨૦ શખ્સોની ‚રૂ૨.૮૫ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.

મવડી મેઈન રોડ પર આવેલ કોર્પોરેશનના નવસર્જન બિલ્ડીંગમાં જુગાર રમતા દિવ્યેશ નાથાભાઈ મૈયડ, યોગરાજભાઈ રામકુભાઈ કોટીલા, હિતેશ જયકર પંચોલી, વિમલ સુરેશ ડાંગર અને બિમલ વીરજી શિંગાળા નામના શખ્સોને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.કે.જાડેજા અને એસઓજીના હેડ કોન્સ. ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૨.૫૨ લાખની રોકડ સાથે ધરપકડ કરી છે.મવડી રોડ પર આવેલ ઉદયનગર-૨માં ભાનુબેન નારણભાઈ પાલીયા નામની મહિલા પોતાના ઘરે જુગાર રમાડતી હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઈ યુ.બી.જોગરાણા સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતી ભાનુબેન નારણ પાલીયા, વિનોદ ઘનશ્યામ દેવમુરારી, આશાબેન અશોક કુબાવત, મનહરબા રાજેન્દ્રસિંહ ગોહિલ, મધુબેન પરબત મોડીયાસીયા, પ્રજ્ઞાબેન મુકેશ ટીલાવત, વિશાલબેન મહિપતભાઈ સરવૈયા, જનકબા રામસંગ જાડેજા અને ઈન્દુબા ભગવતસિંહ ઝાલાની રૂ.૧૧૮૩૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

કોઠારીયા રોડ પર આવેલ રસુલપરા નજીક ભક્તિનગરમાં જાહેરમાં જુગાર રમતા મહેન્દ્ર ઉકા પઢીયાર, હસમુખ નરશી પ્રજાપતિ, કમલેશ મગન વામજા, હસુ સુખા રાઠોડ, રાજેશ ભુપત ગોહેલ અને અરવિંદ બટુક ડાભી નામના શખ્સોની ‚રૂ.૨૦૧૮૦ની રોકડ સાથે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. હર્ષદસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.