“ગમ્મે તેવા તોયે ગમે એવા”સરગમના સભ્યોએ માણ્યો ભવ્ય નાટક શો

મંત્રી અરવિંદ રૈયાણી અને પૂર્વ રાજયપાલ વજૂભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા

સરગમ ક્લબ / લેડીઝ ક્લબ / સીનીયર સીટીઝન ક્લબ / કપલ ક્લબ તેમજ આમંત્રિતો અને અધિકારીઓ માટ મુંબઈનું નાટક ગમ્મે તેવા તોયે ગમે એવા નામનો નાટય શો  યોજાયો હતો.  જેમાં કલાકાર  જયભાઈ કાપડીયા, પ્રતિમાબેન ટી, તુસારીકા રાજ્યગુરુ, જીજ્ઞાબેન ત્રિવેદી, હિતેશભાઈ પારેખ, ચિતનભાઈ મહેતા, વગેરે અભિનયના ઓજસ પાથર્યા હતા.

આ કાર્યક્રમમાં મંત્રી અરવિંદભાઈ રૈયાણી (ગુજરાત રાજ્ય) , વજુભાઈ વાળા, પોલીસ કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ, , રમણીકભાઈ જસાણી, રમેશભાઈ ઠક્કર, કાળુભાઈ ફૂલવાળા, રાજેન્દ્રભાઈ મહેતા, જાણીતા કટાર લેખક જયવસાવડા, જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી, શીવલાલભાઈ બારસીયા પ્રફૂલભાઈ ધામી, અજયભાઈ ભટ્ટ, ભાવેશભાઈ ઢોલરીયા, કાશ્મીરાબેન નથવાણી, કમલભાઈ ધામી, વિક્રમભાઈ પૂજારા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમ સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન નીચે ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, સુનીલભાઈ દેત્રોજા, કનૈયાલાલ ગજેરા, જગદીશભાઈ ક્યારા , અનવરભાઈ ઠેબા, મનમોહન પનારા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન મહેતા,ચેતનાબેન સવજાણી, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વર કમિટી મેમ્બરે જહેમત ઉઠાવેલ.