Abtak Media Google News
  • ભરતી મેળામાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે: શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

 ગાંધીનગર ન્યૂઝ

ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ દરમિયાન ૩૨ ઔદ્યોગિક ભરતી મેળાનું યોજવામાં આવ્યા હતા, જેમાં આશરે ૧૮૫ નોકરીદાતા દ્વારા ૪૧૮૭ જેટલા ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે, તેમ શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ૫૨૨, કલોલ તાલુકાના ૧૦૭૬, ગાંધીનગર તાલુકાના ૨૩૨૭ અને માણસા તાલુકાના ૨૬૨ ઉમેદવારોને રોજગારી આપવામાં આવી છે.

મંત્રી શ્રી રાજપૂતે કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરળતાથી રોજગારી મળી રહે તે માટે દરેક જિલ્લાની રોજગાર કચેરી દ્વારા સ્થાનિક ખાનગી એકમો સાથે સંકલન કરી તેમના એકમોમાં ખાલી જગ્યાની માહિતી મેળવી અલગ અલગ ક્લસ્ટર આધારિત ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૮૫ ટકા રોજગારી સ્થાનિક યુવાનોને આપવામાં આવે છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૨૩૭ લાખથી વધુની આર્થિક સહાય ચૂકવાઇ : સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર

નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, રાજ્યમાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના અંતર્ગત પેન્શન રૂપે સહાય ચૂકવવામાં આવે છે.

કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય આપવા અંતર્ગત પ્રશ્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, કચ્છ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં આ યોજના અંતર્ગત ૨૩,૨૩૨ લાભાર્થીઓને રૂ. ૨૨૩૭.૫૪ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવી છે. તા.૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી તા.૩૧મી ડીસેમ્બર ૨૦૨૩ દરમિયાન કચ્છ જિલ્લામાં આ યોજના હેઠળ ૫૭૫ અરજીઓ મળી હતી જેમાંથી ૫૬૮ અરજીઓ મંજૂર કરી લાભાર્થીઓને રૂ.૩૮.૭૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.