Abtak Media Google News

 સ્પર્ધાના 1 થી 10 નંબરના વિજેતાઓને ઇનામો અપાશે

સ્વરાજ ફાઉન્ડેશન સંચાલીત રાઇઝીંગ ઇન્ડિયા દ્વારા યશ ફ્રેન્ડસ કલબ તથા ડિવાઇન ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે કાલ બુધવાર તા. 4 મે ના રોજ યોજનાર લાડુ સ્પર્ધા સહીતના કાર્યક્રમો બાબતે ‘અબતક’ ની મુલાકાતે આવેલા કાર્યકરોએ વિશેષ વિગતો આપી હતી.

Advertisement

રાજકોટમાં પ્રથમ વખત ગણેશ ચોથે સ્વરાજ ફાઉન્ડેશન સંચાલીત રાઇઝીંગ ઇન્ડીગા ગ્રુપ, યશ ફ્રેન્ડશ કલબ તથા ડિવાઇન ફાઉન્ડેશન ના સંયુકત ઉપક્રમે કાલે બુધવારે સાંજે 6.30 થી 8 કલાકે ધારેશ્ર્વર મંદિર ભકિતનગર સર્કલ, રાજકોટ ખાતે ગણેશજી ને પ્રિય લાડુ (મોદક) સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો માટે રજીસ્ટ્રેશન માટે અરીહંત શરાફી સહકારી મંડલી લી. ઓફીસ નં. ર04, ગુંદાવાડી હોસ્પિટલ પાસે, કેનાલ રોડ પર રાખવામાં આવેલ છે. સૌ પ્રથમ ગણેશજીની મહાઆરતી કરવામાં આવશે. સ્પર્ધામાં સ્પેશીયલ ચોખ્ખા ઘીના ચુરમાના લાડુ તેમજ સાથે દાળ રહેશે. પ્રથમ 1 થી 10 વિજેતાઓને અલગ અલગ રીતે રોકડ તેમજ અન્ય ગીફટથી સન્માનીત કરવામાં આવશે.

આ સંપૂર્ણ આયોજનમાં હર્ષિલભાઇ શાહ, માણસુરભાઇ વાળા, અશ્ર્વિનભાઇ પુજારા, પીયુશભાઇ ભટ્ટી, નિકુંજભાઇ પીઠવા, રોનાકભાઇ મોદી, રવિભાઇ સુરાણી, જીતુભાઇ પંડયા, યશભાઇ વાળા, વિપુલભાઇ દેવમુરારી, લલીતભાઇ પાલા, ડેનીશભાઇ બોરીચા, જયદીપભાઇ વાંક, દેવાંગભાઇ ત્રિવેદી, નિકુંજભાઇ પીઠવા, રોનાકભાઇ મોદી  પૂર્વ કોપોરેટર બહાદુરભાઇ સીંધવ, આણંદભાઇ ઠકકર, વિપુલભાઇ રામાતર, મહેશભાઇ મહેતા, વિશાલભાઇ સોલંકી  વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો. નં. 96248 91268,  79844 64499 ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.