Abtak Media Google News

અબતક,રાજકોટ

રાજકોટ સરકારી હોસ્પિટલમાં પોલીસ સકંજામાંથી ચકમો આપીને નાસી છૂટેલા નામચીન રમેશ રાણાને પોલીસને એક વર્ષ બાદ પકડી લીધો છે.

પડધરીના નાની અમરેલી ગામે રહેતો નામચીન રમેશ રાણા મકવાણા (ઉ.વ.44) રોણકી ગામના જમીન કૌભાંડમાં રાજકોટ જેલમાં ધકેલાયો હતો, જેલમાં રહેલા રમેશ રાણાની તબિયત લથડતાં તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને તા.11 સપ્ટેમ્બર 2020ના પોલીસને ચકમો આપી સિવિલ હોસ્પિટલમાંથી નાસી ગયો હતો.

હત્યા,જમીન કૌભાંડ સહિતના ગંભીર ગુન્હામાં જેલ હવાલે કરાયો ‘તો

રમેશ રાણા પર અગાઉ હત્યા, ખૂનની કોશિશ, છેતરપિંડી, મારામારી, ધમકી આપવી સહિતના 11 ગુનામાં સંડોવાયેલ હતો અને પોલીસે તેને પકડી પડ્યો હતો. એક વર્ષથી હોસ્પિટલેથી ફરાર રમેશ રાણા મકવાણા મક્કમ ચોકમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ ધાખડા સહિતની ટીમ દોડી જઇ રમેશ રાણાને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.