Abtak Media Google News

પ્રભાતફેરીના રૂટ ઉપર અઢારે આલમ દ્વારા સ્વાગત કરવામાં આવશે

શેઠ પોષધશાળામાં પ્રાંગણમાં વિશાળ પ્રભાત ફેરીનું  સંઘ તથા સમિતિ દ્વારા સ્વાગત બાદ લકકી ડ્રો થશે

રાજકોટની સુપ્રસિધ્ધ સેવાભાવી સંસ્થા સત્કાર્ય સેવા સમિતિ દ્વારા ચૈત્ર સુદ 13 ના મહાવીર સ્વામીનો જન્મ થયો તે તીથી પ્રમાણે સમસ્ત જૈન સમાજને સાથે રાખી જૈનોની વર્ષોની પરંપરા મુજબ શ્રમણ ભગવાન  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

સમસ્ત જૈન સમાજ પ્રભુ મહાવીર સ્વામીના જન્મકલ્યાણક ઉજવવા થનગની રહ્યું છે ત્યારે સત્કાર્ય સેવા સમિતિએ કોઈપણ દાતાઓના સહયોગ વગર સમિતિના મહાનુભાવોના સ્વયં યોગદાનથી કોઈપણ જાતના આરંભ સમારંભ વગર વિશ્વ વંદનીય ભગવાન મહાવીરે બતાવેલા ’ અહિંસા પરમોધર્મના સૂત્ર ’ ને ચરિતાર્થ કરી ભવ્યાતિભવ્ય દૈદિપ્યમાન મહાવી2 પ્રભાત ફેરીનું અલૌકિક આયોજન કરેલ છે. આ સુંદર આયોજન સમિતિના માર્ગદર્શક  ડોલરભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળાના નેતૃત્વમાં યોજાશે.અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા રાકેશભાઈ ડેલીવાળાએ જણાવ્યું હતુ

મહાવીર પ્રભાતફેરીનું મંગલ પ્રસ્થાન સૂર્યના સોનેરી કિરણે રાજકોટના ગૌરવવંતા મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક) થી થશે જયાં ગુજરાત રત્ન પૂ.ગુરૂદેવ  સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા પૂ.મહાસતિજીઓ મંગલાચરણમાંગલીકનું સ્મરણ કરાવશે. ત્યારબાદ  મહાવીર સ્વામિના જય જયકાર સાથે ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી  આ વિશાળ ધર્મયાત્રાનું શાસન ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવશે.

આ અવસરે સમસ્ત જૈન સમાજના શ્રેષ્ઠીઓ, સામાજીક અગ્રણી, સંઘ પ્રમુખઓ તથા રાજકીય નેતાઓ તથા વિવિધ સંસ્થાના પ્રમુખો યાત્રામાં જોડાઈને શોભામાં અભિવૃધ્ધિ કરશે.

આ વિશાળ યાત્રામાં ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી, ભગવાન  મહાવીર સ્વામીના નારાથી – શ્લોગનથી રાજકોટના રાજમાર્ગો ગાજી અને ગુંજી ઉઠશે. સમાપન  મનહર પ્લોટ સ્થા.જૈન સંઘ – શેઠ પૌષધશાળામાં બીરાજતા સાધક બેલડી પૂ . શ્રી નંદા – સુનંદા , તથા નલિનીજી મહાસતીજીના મંગલ સાનિધ્યમાં થશે . જયાં પૂ.મહાસતીજી મહાવીરનો સંદેશ તથા આર્શીવચન પાઠવશે.

આ સમગ્ર આયોજનના મુખ્ય લાભાર્થી તથા ” સંઘપતિ ” તરીકેનો લાભ સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળાએ લઈ સમાજને પ્રેરણાદાયક ઉદાહરણ પુરૂ પાડેલ છે. આ પ્રભાત ફેરીમાં દરેક પૂણ્યશાળી ભાઈઓ – બહેનોએ વ્હાઈટ એન્ડ વ્હાઈટ સફેદ વસ્ત્ર તથા મુહપતિ ધારણ કરવી . આ પ્રભાત ફેરીમાં લક્કી ડ્રો દ્વારા આકર્ષક ઈનામોની વણઝાર થશે તેમજ અલગ અલગ પ્રભાવનાથી દરેકને પ્રભાવીત કરાશે  આ યાત્રામાં જે કોઈ મહાવીરના અનુયાયીઓ ‘ સાધુ – સાધ્વીજીનો વેશ ’ ધારણ ક2શે તેમનું સમિતિ દ્વારા વિશેષ બહુમાન કરવામાં આવશે. આ યાત્રાના રૂટ ઉપર અલગ અલગ પ્રભાવના તથા ઠંડાપીણા રખાશે. પ્રભાત ફેરીના રૂટ ઉપર અઢારે આલમ દ્વારા સ્વાગત કરવામાં આવશે. મહાવીર પ્રભાત ફેરીનો રૂટ તા . 03/04/2023 – સોમવાર સવારના 6.30 કલાકેથી મહાવીર સ્વામી ચોકથી પ્રસ્થાન – લક્કી ડ્રોના કુપન સ્થળ પર 6.40 સુધી મળશે . ત્યાંથી હેમુ ગઢવી હોલ – ટાગોર રોડ થઈ – વિરાણી ચોકમાં ઠંડાપીણા તથા પ્રભાવના ત્યાંથી મંગળા રોડ થઈ શ્રી મનહર પ્લોટ સ્થા . જૈન સંઘ – શેઠ પૌષધશાળાના પ્રાંગણમાં વિશાળ પ્રભાત ફેરીનું સંઘ તથા સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત બાદ લક્કી ડ્રો થશે.

આ આયોજનને સફળ બનાવવા સમિતિના માર્ગદર્શક ડોલરભાઈ કોઠારીના માર્ગદર્શન હેઠળ સત્કાર્ય સેવા સમિતિના સર્વ સેવાભાવી મહાનુભાવો મહાવીરમય બનીને મહેનત તથા જહેમત ઉઠાવી રહ્યા છે તેમ સમિતિના સંયોજક રાકેશભાઈ ડેલીવાળાની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.