Abtak Media Google News
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચ્યુઅલી જોડાશે: કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણી પણ રહેશે ઉ5સ્થિત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનીસીપલ કમિશનર અમિત અરોરા તથા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજના કમીટીના ચેરમેન જયોત્સનાબેન ટીલાળાએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો આસાનીથી અને એક જ મંચ પરથી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.14ને શુક્રવારના રોજ “ગરીબ કલ્યાણ મેળો” સવારે 09:30 કલાકે શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ, પેડક રોડ  ખાતે  યોજાશે. જેનો શુભારંભ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અને પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરાશે. વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના  મંત્રી અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિતીમાં યોજાનાર આ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને મેયર ડો.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેશે.

Screenshot 1 18

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા શહેરનાં ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષના નેતા ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે.

ગરીબોને તેના હક્ક અને લાભો સામેથી આપવાનો સરકારનો પ્રયાસ છે. સરકારની સહાય એક જ સ્થળેથી મળી રહે તે માટે તબક્કાવાર ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે.

આ ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓ જેવી કે, એન.યુ.એલ.એમ. બેંકેબલ યોજના, પી.એમ. સ્વનિધિ યોજના, એન.યુ.એલ.એમ. સ્વસહાય જુથ રિવોલ્વિંગ ફંડ, એરિયા લેવલ ફેડરેશન રિવોલ્વિંગ ફંડ, એન.યુ.એલ.એમ. કૌશલ્ય તાલિમ, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, આયુષ્યમાન કાર્ડ, આવાસ સહાય (ઈ.ડબલ્યુ.એસ.), સાઈકલ સહાય યોજના, સ્ટુડન્ટ લોન, પી.એમ. જન ધન યોજના, હાઉસિંગ લોન, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, સુક્ધયા સમૃદ્ધિ યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના, માનવ ગરીમા યોજના, ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, માનવ કલ્યાણ યોજના, શ્રી વાજપાઈ બેંકેબલ યોજના, અન્નપૂર્ણા યોજના, “રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના” ઈન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ સહાય યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, બાંધકામ શ્રમયોગીને સ્કોલરશીપ, આકસ્મિક મૃત્યુ સહાય યોજના, આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને બસ પાસ અને સ્ટાઇપેન્ડની વિવિધ યોજનાઓ, વ્હાલી દીકરી યોજના, નિ:સહાય કલાકારોને આર્થિક સહાય, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાઈકલ યોજના, આઈ.ટી.આઈ અને તાંત્રિક અભ્યાસક્રમો માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મફ્ત તબીબી સહાય, કુંવરબાઈનું મામેરૂ, સરસ્વતી સાધના યોજનાઓ વિગેરે આવરી લેવામાં આવે છે. તદ્ઉપરાંત લોકોને જાણકારી માટે કાર્યક્રમના સ્થળે મેલેરિયા વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ. તથા જીલ્લા પુરવઠા વિભાગ તથા બેન્કને લગતી વિવિધ યોજનાઓની જાણકારી માટે આઇઇજી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.