Abtak Media Google News

રાજકોટના ડો.જયોતિ રાજયગુરુની નાટક ક્ષેત્રે એવોર્ડ: લોકકલા ક્ષેત્રે ધીરુભાઈ સરવૈયા, ઓસમાણ મીર સહિતના કલાકારોની પસંદગી

રાજય સંગીત નાટક અકાદમી દ્વારા રંગમંચલક્ષી કલા ક્ષેત્રના કસબીઓ માટે ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા છે. પૂર્વ મંત્રી ઉમેશભાઈ રાજયગુરુના પત્ની ડો.જયોતિ રાજયગુરુને નાટ્યકલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. ઉપરાંત લોકકલા ક્ષેત્રે ધી‚ભાઈ સરવૈયા, ઓસમાણ મીર સહિતના કલાકારોની પસંદગી થઈ છે.રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના રાજયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મળેલી પસંદગી સમિતિ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માટે સંગીત, નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે વિશિષ્ટ અને ગણનાપાત્ર પ્રદાન કરનાર ગુજરાતનાં કુલ ૨૪ કલાકારોની ગૌરવ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર દ્વારા અપાનાર આ ગૌરવ પુરસ્કારમાં ‚ા.૫૧,૦૦૦ની રોકડ રકમ, શાલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.વર્ષ ૨૦૧૫-૧૬ના ગૌરવ પુરસ્કાર માટે નાટ્યક્ષેત્રે અમદાવાદના ચા‚બેન નારણભાઈ પટેલ, જીતેન્દ્ર જમુભાઈ ઠક્કર અને રાજકોટના નયન વિજયકુમાર ભટ્ટ, સંગીત ક્ષેત્રે અમદાવાદના દિવ્યકાંત ગુ‚પ્રસાદ મહેતા, ડો.બિંદુ ખોડીદાસ ત્રિવેદી અને સુરતના પલ્લવીબેન જયકિશોરભાઈ વ્યાસ, નૃત્ય ક્ષેત્રે ગાંધીનગરના શ્રીમતી મહેશ્ર્વરી નાગરાજન, રાજકોટના પૂર્વી શેઠ (ધામેલીયા) તેમજ જામનગરના ડો.નેહા શુકલા, લોકકલા ક્ષેત્રે વડોદરાના કિરણ દલાલ, અમદાવાદના ધનરાજભાઈ રતનસિંહ ગઢવી તેમજ મુંબઈના દમયંતિબેન બરડાઈની એમ ૧૨ કલાકારોની પસંદગી કરવામાં આવી છે.જયારે વર્ષ ૨૦૧૬-૧૭ના ગૌરવ પુરસ્કાર માટે નાટય ક્ષેત્રે ગાંધીનગરના અખ્તર સૈયદ, રાજકોટના ડો.જયોતિ યુ.રાજયગુ‚ (રાવલ), સંગીત ક્ષેત્રે વડોદરાના વિજયકુમાર ગંગાધર સંત, અમદાવાદના બંકિમ પ્રવિણચંદ્ર પાઠક અને હેતલ મહેતા જોષી તેમજ મુંબઈના કૌમુદી મુનશી, નૃત્ય ક્ષેત્રે અમદાવાદના નલિની હરેન્દ્ર દવે (નિયતી દવે), વડોદરાના ડો.અમીત ધૈવત પંડયા, લોકકલા ક્ષેત્રે ઉપલેટા-રાજકોટના દેવરાજભાઈ રામશીભાઈ ગઢવી, વડોદરાના પા‚લ વાસુદેવ પટેલ, રાજકોટના ધી‚ભાઈ સરવૈયા અને કચ્છના ઓસમાણ મીર એમ ૧૨ કલાકારોની પસંદગી કરવામાં આવી છે. હવે પછી આયોજીત ખાસ સમારંભમાં પસંદગી પામેલા આ કલાકારોને સન્માનિત કરવામાં આવશે તેમ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.