Abtak Media Google News

ગાયનું દુધ અને ગૌમુત્ર મનુષ્ય માટે અમૃત સમાન: દત્તશરણાનંદજી મહારાજ

રાજકોટ ખાતે તા.૩૦મી ઓકટોબરનાં રોજ દતશરણાનંદજી મહારાજ પ્રથમેડા ગૌધામ દ્વારા ગૌજાગૃતિ માટે ગૌ જયોતીરથ રાજકોટ આવ્યો હતો.

Advertisement

ગૌજયોતી રથ રાજકોટ રામાપીર ચોકડી, ઈન્દિરા સર્કલ, સ્વામીનારાયણ મંદિર કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયાવાડી સર્કલ, કોઠારીયા ચોકડી, કિશાન ગૌશાળા આ પ્રમાણે ગૌરથ રાજકોટમાં ફર્યું હતું.2 135દતશરણાનંદજી મહારાજે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વર્તમાન સમયમાં રઝડતી ગાયોની જે સ્થિતિ છે તેને કારણે ગૌમાતાનું રક્ષણ કરવું ખુબ જ જરૂરી છે.

ભારતમાં ગાયોને માતાનું બિરુદ આપવામાં આવ્યું છે. કારણકે ગૌદુધ અને ગૌમુત્રને કારણે ઘણા બધા રોગોનો નાશ થાય છે. આજના સમયમાં લોકો શુઘ્ધ અને આર્થિક ભોજન નહીં લેતા કેટલીક બિમારીઓ થાય છે.

ખાસ તો ગૌમાતાને સન્માન આપતા અખંડ ગૌજયોતી પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગૌમાતાની રક્ષા અને સન્માન માટે આગળ પણ આ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે તેવું જણાવાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.