Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પંચાયતી રાજ ચૂંટણી વ્યવસ્થા 21મી સદીના વિશ્વમાં આદર્શ અનુશાસન વ્યવસ્થા માનવામાં આવે છે ભારતની લોકશાહી સાત દાયકાની સફર પૂરી કરીને પરિપક્વ બની ચૂકી છે ,ભારતના લોકતંત્રમાં છેવાડાના નાગરિક ના મત અભિપ્રાય અને ઈચ્છા મુજબ સરકાર બને છે, અને લોકો દ્વારા ચૂંટાયેલા જન પ્રતિનિધિ ની સરકાર લોકો માટે કામ કરીને દેશના ભવિષ્યનું નિર્માણ કરવાની ફરજ બજાવે છે.

ભારતની લોકશાહીને આદર્શ અને પરિપક્વ લોકશાહી માનવામાં આવે છે, પરંતુ હજુ ક્યાંક ને ક્યાંક લોકતંત્ર અને રાજ વ્યવસ્થા માટે જરૂરી એવા મતદારોની જિજ્ઞાસા માં ઓટ દેખાઈ રહી છે.

ગ્રામ (સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા) પંચાયત ,તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિધાનસભા અને લોકસભાની પંચસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થામાં દરેક તબક્કે મતદારોને પાંચ વર્ષમાં એક વાર પ્રતિનિધિઓને ચૂંટવા માટે મત આપવાની તક મળે છે.. લોકતંત્રમાં ચૂંટણી દરમિયાન એક એક મતની કિંમત હોય છે, મતદારોના મતથી જ દેશનું ભાવિ નક્કી કરનારાઓ ને સેવાની તક મળે છે. ત્યારે પ્રત્યેક મતદારને પોતાના મતની કિંમત અને મતાધિકાર માટેની જિજ્ઞાસાભરી ચીવટ હોવી જોઈએ, આઝાદી ને 70 વર્ષ વીતી ચૂક્યા છે તેમ છતાં હજુ ચૂંટણી દરમિયાન મતદારોમાં જેવો ઉત્સાહ હોવો જોઈએ તેવું નથી, અને તેમાં પણ ખાસ કરીને નવયુવાન મતદારોમાં વધુ પ્રમાણમાં નિરસતા પ્રવત્તિ રહી હોવાનું દરેક ચૂંટણીમાં દેખાય છે.

ચૂંટણીમાં મતદાનની ટકાવારી ઊંચે લઈ જવા અને કોઈપણ મતદાર મતદાન થી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા ગોઠવવામાં કોઈ કચાસ રાખતું નથી, અડા બીડજંગલ હોય કે પર્વતની ટોચ,દરિયા વચ્ચેના ટાપુ કે નિરજન જગ્યાએ વસતા એક એક મતદાર માટે બુથ ઊભું કરવાથી લઈને તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે, તેમ છતાં મતદાનની ટકાવારી ક્યારેય 90 ટકા સુધી પહોંચતી નથી ,આ હકીકત છે ચૂંટણી પંચ યુવા મતદારોને મતદાન તરફ આકર્ષવા માટે વિશેષ અભિયાન ચલાવે છે, યુવા મતદારોને ચૂંટણી વ્યવસ્થા પ્રત્યે જાગૃત કરવા માટે ખૂબ જ મહેનત કરવામાં આવે છે, તેમ છતાં મતદાન પ્રત્યે નિરસતા સેવાય છે આ નિરસ્તા લોકતંત્ર અને ચૂંટણીની પારદર્શક વ્યવસ્થા માટે પડકારરૂપ બને છે.

ચૂંટણીમાં ગેરરીતિ કાળા ધોળા કરીને અયોગ્ય વ્યક્તિઓ અને રાજકીય અપરાધિકરણ માટે મતતા તત્વો માટે મતદારોની નિરસ્તા અસરકારક હથિયાર બની જાય છે મતદારો કંટાળીને બુથ સુધી ન જાય તો તેમાં સાચા ન્યાયપ્રિય અને દેશ માટેની દાજ ધરાવતા આદર્શ લોક સેવકોને જ ખોટ જાય છે.

લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે મારે તમારે અને આપણા સોવે મતદાનની ફરજ અચૂક બજાવવા માટે સજાગ બનવું જોઈએ મતદાન પ્રત્યેની જાગૃતિ થકી જ ભારતનું લોકતંત્ર આદર્શ બનશે એટલે મતદાર યાદીમાં નામ ધરાવતા દરેક મતદારે અચૂક મતદાન કરીને દેશની સેવા ની ફરજ બજાવવી જોઈએ મતદારોની નીરસ્તા દૂર થશે તો આપોઆપ રાજકારણની છબી નિયત અને વ્યવસ્થા લોક અને દેશ હિતકારી બની જશે તે હકીકત તમામે સમજીને મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરવા માટે યોગ્ય ચિંતન મનન અને કવાયત કરીને દેશ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા અદા કરવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.