Abtak Media Google News
  • ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પરીક્ષા વચ્ચે એક દિવસની રજા રાખેલ હોય,તો સામાન્ય પ્રવાહમાં પણ પરીક્ષા વચ્ચે રજા આપવા માંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય સભા તારીખ 23 ફેબ્રુઆરીને શુક્રવારે સવારે 11.30 કલાકે મળવાની છે જેમાં શિક્ષણ બોર્ડના સભ્યોએ જુદા-જુદા પ્રસ્તાવ આ બેઠક માટે રજૂ કર્યા છે. શિક્ષણબોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટે પણ સામાન્ય સભા માટે કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી છે. જેમાં ખાસ તો ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેમ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષાની છૂટ આપવા શિક્ષણબોર્ડના સભ્ય ડો.નિદત બારોટ અને ડો.પ્રિયવદન કોરાટે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે શિક્ષણબોર્ડની ગાંધીનગર ખાતે સામાન્ય સભા મળવાની છે જેમાં બોર્ડના સભ્યો ડો.નિદત બારોટ અને ડો.પ્રિયવદન કોરાટે વિવિધ પ્રશ્નો અને પ્રસ્તાવો રજૂ કર્યા છે.

પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે તો, બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કોષ્ટકમાં વિધાર્થીના હિતમાં સુધારો કરવા બાબતે તેમજ શાળા નામન્જુરીનો નિર્ણય કરતા પહેલા શાળાને પૂર્તતા કરવાની તક આપવા બાબતે પ્રસ્તાવ રજુ કરશે. ઉપરાંત ધો.12 વિજ્ઞાન પ્રવાહની જેમ ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહમાં તમામ વિષયની પૂરક પરીક્ષાની છૂટ આપવા શિક્ષણબોર્ડના સભ્ય ડો.નિદત બારોટ અને ડો.પ્રિયવદન કોરાટે માંગ કરી છે.

ખાસ તો ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં બે વિષયની પરીક્ષા વચ્ચે એક દિવસની રજા રાખેલ હોય, જયારે સામાન્ય પ્રવાહમાં રજા વગર સંળગ પરીક્ષાનું આયોજન કરાયું હોય તો તેમાં પણ રજા આપવા માંગ કરાઈ છે. તેમજ ધો.10 અને ધો.12માં વિધાર્થીઓ ઇરછે to બે વિષયની ઉત્તરવહી પુનઃમૂલ્યાંકનની જોગવાઈની પણ છૂટ આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ કેન્દ્ર સરકાર દ્વારા બોર્ડની પરીક્ષા બે વખત લેવાનો નિર્ણય કર્યો હોય તો તેના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.