Abtak Media Google News
  • પોઝિટિવ ન્યુઝ : વિરોધ પક્ષે પણ બજેટમાં સમરસતાનો સુર પુરાવ્યો
  • મનપાના જનરલ બોર્ડમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વિપક્ષને તંદુરસ્ત ચર્ચાની હાંકલ કરી તેમના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા, પ્રથમવાર એવું બન્યું કે વિપક્ષે વોક આઉટ ન કર્યું

Jamanagar News

જામનગર મનપાની જનરલ બોર્ડ ઐતિહાસિક રહી છે. કારણકે બજેટને લઈને ચર્ચા થઈ તેના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ શરૂઆતમાં જ કહી દીધું કે જો બજેટમાં ખામી હોય તો મારી ગણજો અને ખૂબી દેખાય તો સૌની ગણજો. વધુમાં તેઓએ વિપક્ષને તંદુરસ્ત ચર્ચા માટે પ્રશ્નોત્તરી કરવાનું આમંત્રણ પણ આપ્યું હતું. સાથે તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો પણ આપ્યા હોય વિરોધ પક્ષે પણ વોકઆઉટ કરવાને બદલે બજેટમાં સમરસતાનો સુર પુરાવ્યો હતો.

વડાપ્રધાન જે કામનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પોતે જ કરે વિરોધપક્ષના કોર્પોરેટરને શળસળતો જવાબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ મહાનગરપાલિકાના બજેટ બેઠકમાં આપ્યો હતો.વિરોધપક્ષ અને સતાધારી પક્ષના તમામ કોર્પોરેટરોને મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં બોલાવાની લાંબા સમય પછી તક મેયર વિનોદ ખીમસૂર્યાએ આપી બજેટ બેઠક નવા રાજકીય સમીકરણો ઉભા કર્યા છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર વિનોદ ખીમસૂર્યાના અધ્યક્ષસ્થાને મળેલ હતી.જેમાં ઘણા લાંબા સમય પછી સામાન્યસભામાં વિરોધપક્ષના તમામ કોર્પોરેટરોને બજેટ ઉપર ચર્ચા કરવાની તક આપવામાં આવી હતી. સતાધારી પક્ષના કોર્પોરેટરો બજેટને આવકાર્યું હતું પરંતુ વિરોધપક્ષના કોર્પોરેટરોએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાના વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા હોય તેવી પ્રથમ રાજકીય ઘટના ઘટી હતી. બજેટ બેઠકમાં સતાધારી પક્ષના કોર્પોરેટરો ગોપાલ સોરઠીયા,મનીષ કટારિયા, સુભાષ જોશી, બીનાબેન કોઠારી, બજેટ ઉપર વિવિધ સૂચનો સાથે બજેટને આવકારેલ હતું. અને ચેરમેન નિલેશ કગઠરાએ અભિનંદન આપ્યા હતા. વિરોધપક્ષના કોર્પોરેટરોએ ચર્ચા દરમ્યાન રજૂ કરેલા  મુદ્દાઓ અંગે ચેરમેન નિલેશ કગથરાએ પણ વિરોધપક્ષના કોર્પોરેટરો સાથી સભ્યો કહીને જવાબો આપીને બજેટ બેઠકમાં નવી પ્રથા અમલમાં મૂકી હતી.

એટલું  જ નહીં તેઓ વિરોધપક્ષના એક કોર્પોરેટરે એવો પ્રશ્ન કરેલ કે વડાપ્રધાનના હસ્તે થયેલ ખાતમુહૂર્તનું કામ શરૂ થયું નથી? તેના જવાબ ચેરમેન કગથરાએ આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પોતે જ કરે છે. આ કામ શરૂ થઈ ગયું છે. વિરોધપક્ષના કોર્પોરેટરો શહેરના વિકાસ માટે રજૂ કરેલા સૂચનો અંગે પણ મેયર, કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નોંધ લીધી હતી.

આમ જામનગર મહાનગર પાલિકાના સતાધારી ભાજપ પક્ષના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા દ્વારા આગામી વર્ષમાં થનાર વિકાસના કામોમાં વિરોધપક્ષનો પણ સહકાર માંગીને  જામનગરને નવી વિકાસની દિશા બજેટમાં દર્શાવેલો પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આમ ભાજપ શાસિત મહાનગરપાલિકામાં  વિરોધપક્ષના કોર્પોરેટરો વિરોધપક્ષના નેતા ધવલ નદા,અસલમ ખીલજી,અલતાફ ખફી, આનંદ રાઠોડ,રચનાબેન નદાણીયા,જેનમબેન ખફીએ બજેટ ઉપર તંદુરસ્ત ચર્ચાઓ કરી હતી. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગઠરાએ વિરોધપક્ષના બજેટ ઉપરના સવાલોના જવાબો આપેલ હતા. જોકે આમ છતાં સામાન્ય સભામાં વિરોધપક્ષના કોર્પોરેટરોએ બજેટને લઈને અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.